Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

આજે દીવ ન.પા.ના 7 વોર્ડ માટે ચૂંટણીઃ મતદારોમાં ઉત્‍સાહનો અભાવ

દીવ ન.પા.ની 13 બેઠકો પૈકી 6 ઉપર ભાજપનો બિનહરિફ વિજય થતાં માત્ર ઔપચારિક બની રહેલી ચૂંટણીઃ દીવ ન.પા.ની સ્‍થાપનાના 15 વર્ષ બાદ પહેલી વખત ભાજપનું શાસન નિશ્ચિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.06
દીવ નગરપાલિકાના કુલ 7 વોર્ડ માટે આવતી કાલે યોજાનારી ચૂંટણીમાં કોઈ ઉત્‍સાહ દેખાતો નથી અને માત્ર ઔપચારિકતા પુરી કરવા માટે ચૂંટણી યોજાઈ રહી હોય એવું દીવના મતદારો અનુભવી રહ્યા છે.
દીવ નગરપાલિકાના કુલ 13 વોર્ડ પૈકી 6 વોર્ડમાં ભાજપનો બિનહરિફ વિજય થતાં હવે દીવ નગરપાલિકા ઉપર કબ્‍જો મેળવવા માટે માત્ર એક બેઠકની જરૂરિયાત છે અને યોજાઈ રહેલી 7 બેઠકો પૈકી મહત્તમ ઉપર ભાજપના ઉમેદવારો હોટ ફેવરિટ છે.
દીવ નગરપાલિકા સમરસ નહીં બને એ માટે કેટલાક વિઘ્નસંતોષીઓએઉમેદવારો ઉભા રાખ્‍યા છે. દીવ નગરપાલિકામાં પક્ષના પ્રતિક ઉપર ફક્‍ત ભાજપ જ લડી રહ્યો છે. જ્‍યારે કેટલાકને ભાજપની ટિકિટ નહીં મળતાં બળવો કરી ઉભા રહ્યા છે. પરંતુ દીવના લોકોનું વલણ ભાજપ તરફી હોવાના કારણે દીવ નગરપાલિકા ઉપર ભાજપનો ભગવો ફરકતા કોઈ રોકી નહીં શકે એ પ્રકારનો આત્‍મવિશ્વાસ વ્‍યક્‍ત થઈ રહ્યો છે.
દીવ નગરપાલિકામાં આવતી કાલે સવારે 8 વાગ્‍યાથી સાંજે 5 વાગ્‍યા સુધી મતદાન થશે અને મતની ગણતરી તા.9મી જુલાઈના રોજ નિયત કરવામાં આવેલ છે. દીવ જિલ્લામાં 9જુલાઈ સુધી દારૂબંધી અમલમાં રહેશે.

Related posts

વાપી વીઆઈએ અને જીપીસીબી સંયુક્‍ત ઉપક્રમે ઈ વેસ્‍ટ કલેક્‍શન જાગૃતિ છત્રનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડના જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્રના સ્પેશ્યલ બાળકો સાથે હોળીની ઉજવણી કરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના આધારિત જલ સંચયના જિલ્લામાં થયેલા કામોની કેન્દ્ર સરકારના જલશક્તિ મંત્રાલયના સેન્ટ્રલ નોડલ ઓફિસરે મુલાકાત લીધી

vartmanpravah

લોકસભા ચૂંટણી સંદર્ભે દાનહ કોંગ્રેસ પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક મળી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વડાપ્રધાનશ્રી મોદીજીના આગમનને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment