October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી શહેરમાં જીવદયા અને ફોરેસ્‍ટ વિભાગ દ્વારા નિઃશુલ્‍ક સેફટી ગાર્ડનું વિતરણ

છેલ્લા દસ વર્ષથી પારડી જીવદયા ગ્રુપ નિઃશુલ્‍ક કરી રહી છે સેવાનું કાર્ય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.12: ઉત્તરાયણ પર્વ પર કાતિલ દોરીથી ગળા કપાવવાની ઘટના રોકવા માટે પારડી શહેરમાં બ્રિજ નીચે જીવદયા ગ્રુપ અને ફોરેસ્‍ટ વિભાગ દ્વારા નિઃશુલ્‍ક સેફટીગાર્ડનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
ઉત્તરાયણ પર્વને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્‍યારે પારડી જીવદયા ગ્રુપ દ્વારા પારડી ફોરેસ્‍ટ વિભાગને સાથે રાખી કરુણા અભિયાન અંતર્ગત સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્‍યું છે. પારડી શહેરના ચાર રસ્‍તાના બ્રિજ નીચે વાહન ચાલકોને પતંગની દોરીથી બચવા માટે નિઃશુલ્‍ક સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જ્‍યાં 1000 થી વધુ બાઈક ચાલકોને નિઃશુલ્‍ક સેફટી ગાર્ડ આપી જીવદયા ગ્રુપના સભ્‍યો દ્વારા બાઈક પર ફિટ કરી આપવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી, ભરત પ્રજાપતિ, અને ફોરેસ્‍ટ વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને ગગનમાં મુક્‍ત રીતે વિહરતા પંખીઓને ધ્‍યાને રાખી સવારે 10 વાગ્‍યા સુધી અને સાંજે 4:30 વાગ્‍યા પછી પતંગ ન ચગાવવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી હતી. છેલ્લા વર્ષ 10 વરસ 2014 થી જીવદયા ગ્રુપ દ્વારા આવા સેવાનું કાર્ય કરતાં આવ્‍યા છે જેને લઈ જીવદયા ગ્રુપને લોકો આભાર વ્‍યક્‍ત કરતા પણ જોવા મળ્‍યા હતા.

Related posts

રોવર રેંજર સભ્ય અનુરાગ સિંહ અને મનિષ ઝાની ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ’ નિમિત્તે ‘ભારત સ્કાઉટ ગાઈડ’દ્વારા દાનહ પ્રદેશ મુખ્યાલય ડોકમર્ડી ખાતે સેમિનાર યોજાયો

vartmanpravah

ઓરવાડમાં વીજ કરંટ લાગતા દિવાલ પરથી નીચે પટકાયેલા સુખેશના શ્રમિકનું કરુણ મોત

vartmanpravah

દાનહઃ ધાપસા બોરીગામ રોડ ઉપર વાવેલા 50 થી 60 ઝાડોને કોઈ સ્‍થાપિત હિતોએ પહોંચાડેલું નુકસાનઃ થયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

દાનહના 71મા ‘મુક્‍તિ દિવસ’ની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે સાદગીપૂર્વક કરાઈ

vartmanpravah

દમણ-દીવના સાંસદ તરીકે ઉમેશભાઈ પટેલના 200 દિવસ પૂર્ણઃ વાયદાઓ ઠેરના ઠેર

vartmanpravah

સામરવરણીની એક દુકાનમાં ચોરી કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment