Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી ચાર રસ્‍તાથી ચણોદ સુધીના રોડની વર્ષો જૂની સમસ્‍યા ચાલુ ચોમાસામાં બેવડાઈ

આર.સી.સી. રોડની માંગ વારંવાર ઉઠી છે, પણ રજૂઆતો ઘણી થઈ પણ પ્રજાને 40 વર્ષથી એક સારો રોડ નથી મળ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: સમગ્ર વાપી વિસ્‍તારમાં સૌથી મહત્‍વનો અને અતિ વ્‍યસ્‍ત રોડ ચાર રસ્‍તાથી ચણોદ ગામ- દેગામ ત્રણ રસ્‍તા સુધીનો રોડ છે. આ અત્‍યંત જરૂરી એવો રોડ પ્રત્‍યેકચોમાસામાં હાલ બેહાલ થઈ જાય છે. ઠેરઠેર મોટા મોટા ખાડા પડી જાય છે. તેનને લઈ અકસ્‍માત સર્જાવાની ભીતી પણ વારંવાર સર્જાતી રહે છે. ખરેખર તો આ રોડની વ્‍યાખ્‍યા ખાડા માર્ગ જેવી થઈ ચૂકી છે.
વાપી ચાર રસ્‍તાથી ચણોદ ગેટ સુધીનો રોડ ચોમાસાના આરંભમાં જ ખાડા માર્ગમાં રૂપાંતરિત થઈ ચૂક્‍યો છે. મંત્રીઓ, અધિકારીઓ નવા રોડના વચનોની લહાણી પ્રતિ વર્ષે કરતા રહ્યા છે. ખરેખર તો આ રોડ આર.સી.સી.નો બનાવવાની માંગ સ્‍થાનિક લોકો વારંવાર કરતા રહ્યા છે. સેલવાસ, દમણ અને વાપીને જોડતો મહત્‍વનો આ રોડ અતિ વ્‍યસ્‍ત અને ટ્રાફિક ભારણવાળો રોડ છે. હાલ ચોમાસાના પ્રારંભે જ રોડે જવાબ દઈ દીધો છે. તેથી ઠેરઠેર ટ્રાફિક જામ થતો રહ્યો છે. કરોડો રૂપિયાનું પેટ્રોલિયમ ઈંધણ વેડફાઈ રહ્યું છે. આ રોડની સમસ્‍યા વર્ષ બે વર્ષ નહીં બલ્‍કે વર્ષો જૂની છે. વારંવાર ચોમાસામાં રોડ તૂટી ખાડાઓમાં પરિવર્તિત થઈ જાય છે. પ્રજાને આ સમસ્‍યામાં છૂટકારો મળે તેવી ગુસ્‍સા સાથે માંગણી પ્રવર્તી રહી છે.

Related posts

દમણનું નાક ગણાતા છપલી શેરી બીચની સામે ગંદા પાણીની ઉભરાતી ગટર : સ્‍થાનિકો અને પ્રવાસીઓ ત્રાહિમામ

vartmanpravah

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકાની 61-ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણીમાં સાંજ સુધીમાં 31 જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર

vartmanpravah

સેલવાસમાં ધોધમાર વરસાદઃ 24 કલાકમાં 13.50 ઈંચ વરસેલો વરસાદ

vartmanpravah

વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં વાછરડાને પેટની ગાંઠનુ ઓપરેશન કરી નવજીવન આપ્‍યું

vartmanpravah

સેલવાસમાં એટીએમમાં કાર્ડ ફસાઈ ગયા બાદ ખાતામાંથી પૈસા ઉપડી જતા પોલીસ ફરિયાદ

vartmanpravah

Leave a Comment