Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીમાં પડોશી દુકાનમાં બાકોરૂં પાડી તસ્‍કરોએ જ્‍વેલર્સની દુકાનમાં ઘૂસી લાખોની ચોરી કરી

વાપી બજાર વચ્‍ચે આવેલ પુષ્‍પમ જ્‍વેલર્સમાં તસ્‍કરોએ ભેદી ચોરી કરી : દુકાનમાં પ્રવેશવા કાપડની દુકાનમાં બાકોરૂં પાડયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી બજારમાં આવેલ જાણીતી જ્‍વેલર્સની દુકાનમાં ગુરૂવારે મધરાત્રે તસ્‍કરો દુકાનમાં ઘૂસવા બાજુની દુકાનમાં બાકોરુ પાડી ઘૂસીને લાખોના સોના-ચાંદીના ઘરેણાં ચોરી ગયા હતા. ચોરીના બનાવને લઈ ચકચાર મચી ગઈ હતી. પોલીસ ઘટના સ્‍થળે પહોંચી ચાંપતી તપાસ હાથ ધરી છે.
છેલ્લા બે દિવસથી વાપીમાં ભારે વરસાદ દિવસ-રાત વરસી રહ્યો છે ત્‍યારે તસ્‍કરો માટે સિઝન ખુલી હોય તેમ આજે વાપી મુખ્‍ય બજારમાં આવેલ પુષ્‍પમ જ્‍વેલર્સને તસ્‍કરોએ ટારગેટ કરી હતી. દુકાનના માલિક આજે ગુરૂવારે સવારે દુકાન ખોલી ત્‍યારે દુકાનમાં તમામ માલ-સામાન વેરવિખેર પડયો હતો. તેમજ સોના-ચાંદીના દાગીના ગાયબ થયેલા હતા. તપાસ કરતા દુકાનમાં એક બાકોરું જોવા મળતા વાપી ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. વરસાદી માહોલમાં ચોરીને અંજામ આપવા માટે બીજીદુકાનમાં પ્રવેશી જ્‍વેલર્સ વાળી દુકાનમાં પ્રવેશવા તસ્‍કરોએ બાકોરું પાડયું હતું. આ દુકાન 20 દિવસ પહેલાં જ કપડાના વેપારીને ભાડે આપેલી હતી. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી ચાંપતી તપાસ તથા નાકાબંધી કરી તસ્‍કરોને દબોચી લેવાની કવાયત હાથ ધરી છે. તેમજ કેટલાની મત્તા ચોરાઈ તેનો કયાસ કાઢવામાં આવી રહ્યો છે.

Related posts

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

સાયલીની કેમકો કંપનીના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાલ

vartmanpravah

સમસ્‍ત હિન્‍દુ સંગઠન (અખંડ ભારત) દ્વારા લવાછાના શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે 1 લાખ 11 હજાર 111 દીવડાંઓ પ્રગટાવી દેવ દિવાળીની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી, પારડી, કપરાડા તાલુકામાં મુખ્‍યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 21.25 કિ.મી.ના 1033 લાખના કામો મંજૂર

vartmanpravah

વાપી ડુંગરાના પીરમોરામાં રૂા.4.40 કરોડના ખર્ચે તળાવ વિકસાવવાના કામનું ખાતમુહૂર્ત કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ‘યુવા દેશ યુવા ભારત’ ભારતનું સપનું પણ યુવા છે અને મન પણ યુવા છે…

vartmanpravah

Leave a Comment