October 27, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ન.પા.ની ચૂંટણીમાં વરસાદની રમઝટ વચ્‍ચે 60.88 ટકા મતદાનઃ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: શનિવારે થનારી મત ગણતરી સુધી 7 વોર્ડના ઉમેદવારોનું ભાવિ સીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.06
દીવ નગરપાલિકાની 7 બેઠક માટે 7 વોર્ડમાં યોજાયેલ ચૂંટણીમાં વરસાદની રમઝટ વચ્‍ચે 60.88 ટકા શાંતિપૂર્ણ મતદાન થયું હતું. 6 બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજય થતાં દીવ નગરપાલિકાની ચૂંટણી ઉત્તેજના વિહિન અનેપ્રાસંગિક બની ચુકી હતી.
દીવ નગરપાલિકામાં મુખ્‍યત્‍વે કેટલીક બેઠકો ઉપર ભાજપના બળવાખોરો અને કેટલાક સ્‍થાપિત હિતો દ્વારા તમામ બેઠકો સમરસ નહીં બને તેવા કરેલા પ્રયાસના કારણે લોકોને ચૂંટણી માથે પડી હતી. છતાં પણ ચૂંટણીને એક ઉત્‍સવ ગણી દીવના લોકોએ 60.88 ટકા જેટલું મતદાન કરી લોકશાહીનો પરિચય પણ આપ્‍યો હતો.
દીવ પ્રશાસન અને પોલીસે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવામાં કરેલા સઘન પ્રયાસોના કારણે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. હવે મત ગણતરી 9મી જુલાઈના રોજ થવાની હોવાથી ત્‍યાં સુધી 7 બેઠકો માટે સસ્‍પેન્‍સ યથાવત રહેશે.

Related posts

વ્‍યક્‍તિનું સાચું મૂલ્‍યાંકન ગુણો આધારિત હોય છે નહીં કે બાહ્ય આટાટોપથી

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કરેલ આંબેડકર વિરૂધ્ધ ટિપ્પણી બદલ રાજીનામાની માંગણી કરી

vartmanpravah

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે દીપેન.એચ.શાહે હવાલો સંભાળ્‍યો

vartmanpravah

સુરતના તત્‍કાલીન ટી.પી.ઓ. કૈલાસ ભોયાની અપ્રમાણસરની મિલકતો અંગે એ.સી.બી.એ વલસાડમાં તપાસ હાથ ધરી

vartmanpravah

સેલવાસમાં કિશોરીએ ફાંસી લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

સમરોલીમાં લાકડાનો જથ્‍થો ભરેલ ટ્રેલર રોડની બાજુમાં ઉતરી ગયું

vartmanpravah

Leave a Comment