Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘ગાર્બેજ ફ્રી ઈંડિયા” ની થીમ સાથે ‘‘ગાર્બેજ ફ્રી વલસાડ” બનાવવા સ્‍વચ્‍છતાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વલસાડ જિલ્લામાં 15મી સપ્‍ટેમ્‍બરથી 15મી ઓક્‍ટોબર સુધી ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” -2023 કેમ્‍પેઈનની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લામાં ‘ગાર્બેજ ફ્રી ઈન્‍ડિયા’ ની થીમ સાથે શરૂ કરાયેલા આ કેમ્‍પેઈનનો ઉદ્દેશ્‍ય ‘ગાર્બેજ ફ્રી વલસાડ’ બનાવવાનો છે. જેના માટે દૈનિક ધોરણે સ્‍વચ્‍છતાની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
‘‘સ્‍વચ્‍છતા હી સેવા” કેમ્‍પેઈન હેઠળ મુખ્‍યત્‍વે દેખીતી રીતે સ્‍વચ્‍છતા અને સફાઈ મિત્રોના કલ્‍યાણ ઉપર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવ્‍યું છે. સ્‍વચ્‍છતા પ્રવૃત્તિઓનો મુખ્‍ય હેતુ સ્‍વૈચ્‍છિકતા અને શ્રમ દાનનો છે. જેમાં રાજ્‍યના તમામ ગ્રામીણ અને શહેરી વિસ્‍તારોનાં બસ સ્‍ટેન્‍ડ, રેલ્‍વે સ્‍ટેશન, દરિયા કિનારાના પર્યટન સ્‍થળો, પ્રાણી સંગ્રહાલયો, રાષ્‍ટ્રીય ઉદ્યાન, અભ્‍યારણ્‍યો, ઐતિહાસિકસ્‍મારકો, હેરિટેજ સ્‍થળો, નદી કિનારા, ઘાટ, નાળા વગેરે જેવા જાહેર સ્‍થળોની સાફ-સફાઈ તેમજ સરકારી સંપત્તિઓના રંગરોગાન, સફાઈ અને બ્રાન્‍ડિંગ સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ નિષેધ, સાથે સાથે સૂકા અને ભીના કચરાના ડબ્‍બાઓના ઉપયોગની સમજ હેતુ ‘‘હરા ગિલા સુખા નીલા” ઝુંબેશનું શરૂ કરી સ્‍વચ્‍છતા પ્રવૃત્તિઓ થકી દેખીતી રીતે સ્‍વચ્‍છતા થાય તે મુજબનું આયોજન જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચયત કક્ષાએ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લાના ગામો, શાળા-કોલેજોમાં પણ સ્‍વચ્‍છતા અભિયાન ચલાવવામાં આવશે. સ્‍વચ્‍છતા યાત્રાને પ્રોત્‍સાહન આપવા સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન કરાશે, 15માં નાણાપંચ કે ગ્રામ પંચાયતના ભંડોળમાંથી સ્‍વચ્‍છતા કામદારો માટે પીપીઈ કિટ ખરીદવામાં આવશે.
વલસાડ જિલ્‍લ્લામાં આ અભિયાન અંતર્ગત ભીતચિત્રો દોરવામાં આવશે, તમામ શાળા કોલેજોમાં નિબંધ, ચિત્રકામ અને વક્‍તવ્‍ય સ્‍પર્ધાઓ, આંતર-તાલુકા અને આંતર-પંચાયત સ્‍વચ્‍છતા સ્‍પર્ધા પણ યોજાશે. તમામ જાહેર સ્‍થળોની સફાઈ સાથે સાથે સફાઈ મિત્ર સુરક્ષા શિબિરમાં સફાઈ મિત્રોનું હેલ્‍થ ચેકઅપ, ગામોમાં બ્‍લેક્‍સ્‍પોટની સફાઈ, વૃક્ષારોપણ, સ્‍વચ્‍છતા સંકલ્‍પ, સ્‍વચ્‍છતા દોડનું આયોજન કરવામાં આવશે. શૌચાલયોનાં ઉપયોગ માટે ઝુંબેશ અને સોકપીટ, કંપોસ્‍ટ પીટ બનાવવાઅંગે લોકજાગૃતિના કાર્યક્રમો હાથ ધરાશે.

Related posts

વાપી પશ્ચિમમાં પુલ ધ્‍વંશ કરવાની કામગીરીમાં રસ્‍તા ઉપર અનેક લટકતા જોખમી વાયરો દુર્ઘટનાને આમંત્રી રહ્યા છે

vartmanpravah

લેસ્‍ટરની ઘટનામાં ઉચ્‍ચ સ્‍તરે દરમિયાનગીરી કરવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નેતૃત્‍વમાં હિન્‍દુ સંગઠનના કાર્યકર્તાઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કરેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah

દમણ-દીવ અને દાદરા નગર હવેલીની આવનારી પેઢી ગુલામી અને મુક્‍તિના ઈતિહાસથી વંચિત રહેશે

vartmanpravah

દાનહ ચૂંટણી અધિકારીની અધ્‍યક્ષતામાં મતદાર કાર્ડને આધારકાર્ડ સાથે જોડવા સંદર્ભે યોજાયેલી બેઠક

vartmanpravah

પારડીની પરિણિતાના ચારિત્ર્ય પર શંકા રાખી મારઝૂડ કરતા બેકાર પતિની શાન ઠેકાણી લાવતી અભયમ ટીમ

vartmanpravah

Leave a Comment