(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.06
દીવ નગરપાલિકાની 7 બેઠક માટે 7 વોર્ડમાં યોજાયેલ ચૂંટણીમાં વરસાદની રમઝટ વચ્ચે 60.88 ટકા શાંતિપૂર્ણ મતદાન થયું હતું. 6 બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજય થતાં દીવ નગરપાલિકાની ચૂંટણી ઉત્તેજના વિહિન અનેપ્રાસંગિક બની ચુકી હતી.
દીવ નગરપાલિકામાં મુખ્યત્વે કેટલીક બેઠકો ઉપર ભાજપના બળવાખોરો અને કેટલાક સ્થાપિત હિતો દ્વારા તમામ બેઠકો સમરસ નહીં બને તેવા કરેલા પ્રયાસના કારણે લોકોને ચૂંટણી માથે પડી હતી. છતાં પણ ચૂંટણીને એક ઉત્સવ ગણી દીવના લોકોએ 60.88 ટકા જેટલું મતદાન કરી લોકશાહીનો પરિચય પણ આપ્યો હતો.
દીવ પ્રશાસન અને પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કરેલા સઘન પ્રયાસોના કારણે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. હવે મત ગણતરી 9મી જુલાઈના રોજ થવાની હોવાથી ત્યાં સુધી 7 બેઠકો માટે સસ્પેન્સ યથાવત રહેશે.

Next Post