October 27, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

ઉમરગામ તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયત માટે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧૦૮ અને સભ્યો માટે ૮૮૦ ઉમેદવારો મેદાનમાંઃ કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ,તા.૦૭
આગામી તા.૧૯મી ડિસેમ્બરે ઉમરગામ તાલુકામાં યોજનારી ૩૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ચિત્ર આજરોજ ઉમેદવારીપત્રક પરત ખેંચવાના દિને સ્પષ્ટ થઇ જવા પામ્યું છે. ૩૨ ગ્રામ પંચાયતો માંથી ઍક કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર થવા પામી છે. આજરોજ ઉમેદવારી પત્રક પરત ખેંચવાના દિવસે સરપંચના હોદ્દા માટે ૨૮ ડમી ઉમેદવારે દાવેદારી પરત ખેંચી છે. હવે ૧૦૪ ઉમેદવારો સરપંચના હોદ્દા માટે પોતાનું નસીબ અજમાવશે, તેવી જ રીતે ગ્રામ પંચાયતના સભ્ય પદ માટે ૬૬ ઉમેદવારોઍ ઉમેદવારીપત્રક પરત ખેંચતા મેદાનમાં ૮૮૦ ઉમેદવારોઍ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે લોકશાહીના પર્વ તરીકે ઓળખાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ મહોલ્લા અને ઘર-ઘર સુધી પહોંચે છે. આમ ઉમરગામ તાલુકામાં હાલમાં સ્થાનિકોમાં રાજકીય માહોલના રંગથી વાતાવરણ ઉત્સાહિત બની જવા પામ્યું છે. સરીગામ પંચાયતમાં પ્રથમ વખત ચાર પેનલ મેદાનમાં જાવા મળી રહી છે. રાજકીય પક્ષના બેનર વગર લડાતી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોની ફેશ વેલ્યુ મહત્વની ભૂમિકા ભજવે છે. શ્રી દીપકભાઈ મિસ્ત્રી, ડોક્ટર નીરવ શાહ, શ્રી રાકેશભાઈ રાય, અને શ્રી પંકજભાઈ રાય ઍમ ચાર આગેવાનોની આગેવાની હેઠળ ૨૦ સભ્યોની પેનલ સાથે સરીગામ પંચાયતનો ચૂંટણી જંગ ખેલાઈ રહ્ના છે.

Related posts

જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને પોષણ માસની ઉજવણીની બેઠક મળી

vartmanpravah

ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં એક્‍સાઇઝ વિભાગ દ્વારા ફક્‍ત વાહનોના ચાલકોની જ ધરપકડ કરાતી હોવાથી દાનહમાં દારૂના અસલી તસ્‍કરો/બુટલેગરોને પકડી કડક કાર્યવાહી કરવા પ્રદેશ શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું લક્ષદ્વીપના કવરત્તી ખાતે આગમન : અધિકારીઓ સાથે શરૂ થયેલોચર્ચા-વિચારણાનો દોર

vartmanpravah

યુઆઈએ દ્વારા આયોજિત એક્ષ્પોએ જમાવેલું આકર્ષણ

vartmanpravah

દમણઃ દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર કાર્યરત ડમ્‍પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત

vartmanpravah

સમરોલી જુના વલસાડ રોડ સ્‍થિત એક સોસાયટીમાં તસ્‍કરોએ કસબ અજમાવી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના મળી કુલ્લે રૂ.1.60 લાખની મત્તા ચોરી

vartmanpravah

Leave a Comment