Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.22: જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર (રાષ્‍ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્‍કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર ખાતે તારીખ 21 જૂન 2023ના રોજ 9મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી ‘‘વસુધૈવ કુટુંબકમ્‌ માટે યોગ” થીમ પર કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુરના કર્મચારીઓ માટે યોગા દિવસના પ્રોટોકોલ અનુસાર યોગ સત્રનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પ્રેરણાબેન મહંત, યોગ કોચ ધરમપુર, પુનમ ભટ્ટ અને હેમાંગીની રાજગોર જેવા તજજ્ઞો દ્વારા યોગાસનના પ્રકારો, યૌગીક ક્રિયાઓ, આસન, પ્રાણાયામ, મુદ્રા, સૂર્ય નમસ્‍કાર વગેરેનું નિદર્શન આપ્‍યું હતું.

આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર, ધરમપુરના એજ્‍યુકેશન ઓફિસર, પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્‍યું કે, ભારતે વિશ્વને યોગની ભેટ આપી છે. યોગનો ઉલ્લેખ ઋગ્‍વેદ અને શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં પણ કરવામાં આવેલ છે. શાષાોમાં ભગવાન શિવજીને પરમ યોગીકહેવામાં આવે છે. મહર્ષિ પતંજલીએ યોગના આઠ પ્રકારો આપ્‍યા છે. યુએન જનરલ એસેમ્‍બલીમાં 11મી ડિસેમ્‍બર 2014ના રોજ, સર્વસંમતિથી દર વર્ષે 21મી જૂનને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટેનો ઠરાવ ક્રમાંક 69/131 પસાર કરવામાં આવ્‍યો હતો, અને પ્રથમ આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી 21 જૂન 2015માં કરવામાં આવી હતી.

આ કાર્યક્રમની સાથે ‘‘યોગઃ જીવન જીવવાની તંદુરસ્‍ત રીત” વિષય પર પ્રેરણાબેન મહંત, યોગ કોચ ધરમપુરનું વ્‍યાખ્‍યાન યોજાયું હતું. જેમાં તેમણે યોગ અને વિવિધ આસનોના અભ્‍યાસથી આરોગ્‍યને થતાં ફાયદાઓ જણાવ્‍યા હતા. યોગ વિષય પર ક્‍વિઝનું આયોજન પણ કરવામાં આવ્‍યું હતું. જેમાં વિજેતાઓને ઈનામ આપવામાં આવ્‍યા હતા. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુરના કર્મચારીઓ તેમજ એસએમએસએમ હાઈસ્‍કૂલનાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ મળીને કુલ 55 લોકોએ ભાગ લીધો હતો.

Related posts

દમણ જિલ્લાના દરેક ઉદ્યોગો, સરકારી-અર્ધ સરકારી કાર્યાલયો, શાળા-મહાશાળા ઉપર તિરંગો લહેરાશે

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના કાંઠા વિસ્‍તારનો દરિયો તોફાની બન્‍યો : 60 કિ.મી. ઝડપે પવન ફુંકાયો

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કૈલાસ રોડ પર ઔરંગા નદીના રૂ.43.42 કરોડના ખર્ચે બનનારા ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું

vartmanpravah

શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપી દ્વારા ઉમરગામના પાલી-કનાડુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાયેલું મફત નોટબૂક વિતરણ

vartmanpravah

મોટી દમણ વાત્‍સલ્‍ય સ્‍કૂલના વિદ્યાર્થીઓને કોવિડ-19ની રસીનો ડોઝ અપાયો

vartmanpravah

Leave a Comment