Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છે

તાલુકા હેલ્થ ઓફિસરે ગામના સરપંચ અને સભ્યો સાથે બેઠક કરી યોજનાના લાભ સમજાવ્યા

વલસાડ તા. 8 જુલાઈ  ગુજરાત સરકારની છેલ્લા 20 વર્ષની વિકાસ યાત્રા લોકો સુધી પહોંચે તે માટે વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા ફરી રહી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ગ્રામ પંચાયત સાથે સંકલન સાધી લોકોને પી.એમ.જે.વાય કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં આ કાર્ડ બાબતે નિરસ માહોલ હતો. જેથી તાલુકા હેલ્થ ઓફિસર અને તેમની ટીમે ગામના સરપંચ અને સભ્યો સાથે બેઠક કરી કાર્ડનું મહત્વ સમજાવ્યું હતું. બાદમાં હવે ગામમાં દર અઠવાડિયામાં 25 થી 30 ગ્રામજનો કાર્ડ કઢાવી રહ્યા છે.

વલસાડ જિલ્લામાં હાલમાં ચાલી રહેલી પી.એમ.જે.વાય. કાર્ડની કામગીરી માટે ઉમરગામ તાલુકાના કેટલાક વિસ્તારના લોકોમાં કાર્ડ બનાવવા માટે ઉદાસીનતા જોવા મળી હતી. તેવા વિસ્તારોમાં અંક્લાસ ગામનો પણ સમાવેશ થતો હતો. આ ગામના લોકો હાલમાં ચાલી રહેલા પી.એમ.જે.વાય. કાર્ડ અભિયાનમાં કાર્ડ બનાવવા માટે આવતા ન હતા કે ઓછી સંખ્યામાં આવતા હતા. જે બાબત તાલુકા હેલ્થ ઓફિસર ડો.રૂપેશ ગોહિલને ધ્યાને આવતા તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અંકલાસની ટીમ સાથે ગામના સરપંચ પુષ્પાબેન વળવી તથા પંચાયતના સભ્યો અને ગામ લોકોને પી.એમ.જે.વાય. કાર્ડની ઉપયોગીતા વિશે વિગતવાર સમજણ આપી હતી. બાદમાં ગામમાં જ નિયમિત રીતે પી.એમ.જે.વાય. કાર્ડ બનાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ગ્રામજનો તથા પંચાયત સભ્યોને વિગતવાર સમજણ અને પી.એમ.જે.વાય. કાર્ડની ઉપયોગીતા વિશે માહિતિ આપતા હાલમાં મોટી સંખ્યામાં લોકો પી.એમ.જે.વાય. કાર્ડ બનાવવા માટે આવી રહ્યા છે સાથે બીજા લોકોને પણ માહિતી આપી પી.એમ.જે.વાય. યોજનાનો લાભ લઇ રહ્યા છે.

આ અંગે ઉમરગામ તાલુકા હેલ્થ ઓફિસર ડો. રૂપેશ ગોહિલે જણાવ્યું કે, પહેલા આ ગામમાં પી.એમ.જે.વાય કાર્ડ માટે નિરસ માહોલ જોવા મળતો હતો. જેથી ગ્રામજનોને સમજાવ્યા બાદ હવે દર અઠવાડીયામાં એક દિવસે કેમ્પ રાખવામાં આવે છે જેમાં 25 થી 30 પી.એમ.જે.વાય કાર્ડ આપવામાં આવી રહ્યા છે.

Related posts

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

vartmanpravah

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

વાપી કરવડ સીમમાં ફાંસી ખાઈ લટકતી યુવાનની લાશ મળી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પદ્મશ્રી પ્રભાબેન શાહને પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

ગેસ ગળતરથી બે કામદારોના મોત પ્રકરણમાં વાપીની સરના કેમિકલ કંપનીને ક્લોઝર અને રૂા. પ૦ લાખનો દંડ

vartmanpravah

ઉદવાડાની શેઠ પી.પી.મિસ્ત્રી શાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ‘ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2022′ યોજાઈ

vartmanpravah

Leave a Comment