October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં સીબીએસઈ વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત ધાર્મિક યજ્ઞ સાથે કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: નવા શૈક્ષણિક સત્ર (2023-24)નો સોમવારથી શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત સીબીએસઈ અંગ્રેજી માધ્‍યમ શાળા સલવાવ ખાતે પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે બાળકોના આગમન અને તેમના નવા સત્રની શરૂઆત માટે સંસ્‍થા દ્વારાબ્રાહ્મણના માર્ગદર્શન હેઠળ માઁ સરસ્‍વતી પૂજન અને યજ્ઞનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જેમાં ધોરણ 9, 10 અને 12ના વિદ્યાર્થીઓએ યજ્ઞમાં બેસીને યજ્ઞની સમીધ પૂર્યા હતા. આ પ્રસંગે સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ, શ્રીમતી જયશ્રીબેન યોગીનીબેન અને માનનીય આચાર્ય મેડમ મીનલ દેસાઈ અને શિક્ષકોએ આ યજ્ઞમાં ભાગ લઈ બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા.
આ યજ્ઞનો હેતુ એ હતો કે આ દ્વારા બાળકોમાં શુદ્ધ વિચારો અને નવી ઉર્જાનો સંચાર થાય. બ્રાહ્મણને અનુસરીને બાળકોએ શ્‍લોકોનું પઠન કરીને યજ્ઞમાં ભાગ લીધો, બધા બાળકો ખૂબ જ ઉત્‍સાહિત જણાતા હતા. અંતમાં પ્રિન્‍સિપાલએ તમામ બાળકોને આશીર્વાદ આપી ઉજ્જવળ ભવિષ્‍યની શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

નવસારી જલાલપોર તાલુકાના કનીયેટ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત ખાતે ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની મહિલા મંડળની બહેનો માટે મહિલા સભા યોજાઈ

vartmanpravah

જેસીઆઈ વાપી દ્વારા વિલફુલ વેન્‍ડ્‍સેડે સફળતા પૂર્વક ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીદામજીભાઈ કુરાડાએ સામરવરણી-ખાનવેલ તરફ જતા ખખડધજ અને દયનીય અતિ બિસ્‍માર રસ્‍તાનું નિરીક્ષણ કર્યું

vartmanpravah

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક ઉપર 71.49% મતદાન

vartmanpravah

Leave a Comment