March 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

કોવિડ રસીકરણનો બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 માસથી ઘટાડી 6 માસનો કરાયો

60 વર્ષથી વધુના લોકો, હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને નિઃશૂલ્કમાં ડોઝ મુકાશે

વલસાડ તા. 8 જુલાઈ

કોવિડ વેક્સિનેશન અંતર્ગત બીજો ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેનો સમયગાળો 9 મહિના (39 અઠવાડીયા) થી ઘટાડીને 6 મહિના (26 અઠવાડીયા) કરવામાં આવ્યો છે.

ભારત સરકારશ્રી દ્વારા તા.28 ડિસેમ્બર 2021થી સ્પેશિયલ કેટેગરી માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા બીજા ડોઝના 9 મહિના બાદ પ્રિકોશન ડોઝ લેવાનું સૂચવવામાં આવ્યું હતું પરંતુ કેન્દ્ર સરકારની રસીકરણ કમીટી દ્વારા બીજા ડોઝ અને પ્રિકોશન ડોઝ વચ્ચેન સમયગાળો 9 મહિના (39 અઠવાડીયા) થી ઘટાડીને 6 મહિના (26 અઠવાડીયા) કરવામાં આવ્યો છે, જે અન્વયે વલસાડ જિલ્લામાં 1859 વર્ષની વયજૂથમાં પ્રિકોશન ડોઝ પ્રાઈવેટ કોવિડ વેક્સિનેશન સેન્ટર ખાતે બીજા ડોઝના 6 મહિના અથવા 26 અઠવાડીયા બાદ લઈ શકાશે. આ વેક્સિન સરકાર દ્વારા નિયત કરાયે કિંમતથી આપવામાં આવશે. જ્યારે 60 વર્ષથી વધુ વય જૂથના લાભાર્થીઓ, હેલ્થ કેર વર્કર તેમજ ફ્રન્ટ લાઇન વર્કરને બીજા ડોઝના 6 મહિના અથવા 26વાડીયા બાદ પ્રિકોશન ડોઝ ગવર્મેન્ટ કોવિડ વેક્સિનેશન સેન્ટર ખાતે નિઃશુલ્ક આપવામાં આવશે એવુ વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી ખાતે નિર્માણ પામી રહેલા રાજ નિવાસનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મહિલા મોરચા દ્વારા સુશાસન દિવસ અંતર્ગત અટલ બિહારી વાજપેયીજીના વિષયમાં મોડર્ન સ્‍કૂલમાં વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

વાપી ગોદાલનગર ખાતે એપેક્‍સ મેટરનિટી અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલનું કરવામાં આવેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

આરોગ્યવિભાગની ૨૧૩ મેડિકલ ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઇ

vartmanpravah

પ્રશાસક તરીકે 7મા વર્ષના પ્રવેશ ટાણે સંઘપ્રદેશના સાચા અર્થમાં ભાગ્‍યવિધાતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment