October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ કોર્ટમાં થયેલી ‘વિશ્વ વસતિ દિવસ’ની ઉજવણી

સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીના કો-સેક્રેટરી અને સિવિલ જજ સિનિયર ડિવિઝન અને સીજેએમએફસી પી.એચ.બનસોડના નેતૃત્‍વમાં યોજાયેલો કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
દમણ અને દીવની સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્‍ટ્રીક્‍ટ લિગલ સર્વિસ ઓથોરિટી દમણ દ્વારા એડવોકેટ બાર એસોસિએશનના સહયોગથી આજે વિશ્વ વસતી દિવસની ઉજવણી સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી દમણના સહ સભ્‍ય સચિવ અને સિવિલ જજ સિનિયર ડિવિઝન અને ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ શ્રી પી.એચ.બનસોડના અધ્‍યક્ષસ્‍થાને કરવામાં આવી હતી.
દર વર્ષે 11મી જુલાઈના રોજ વસતી નિયંત્રણની સાથે વૈશ્વિક વસતીના વિવિધ મુદ્દાઓની જાગૃતિ માટે વિશ્વ વસતી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વની 8 અબજની નિવાસી દુનિયાની ભાવિ તકોના ઉપયોગ કરવા અને બધા માટે અધિકારો અને પસંદગીઓ સુનિヘતિ કરવાનો વિષય રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે દમણ કોર્ટમાં યોજાયેલ કાર્યક્રમમાં સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીના કો-મેમ્‍બર સેક્રેટરી અને સિવિલ સિનિયર ડિવિઝન તથા ચીફ જ્‍યુડિશયલ મેજીસ્‍ટ્રેટ શ્રી પી.એચ.બનસોડ, એડવોકેટ બાર કાઉન્‍સિલના સભ્‍યો, દાવેદારો તથાકોર્ટનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

આપણા દાદા આપણે આંગણે : આજે વાપી સલવાવ ગુરુકુળ ખાતે શ્રીકષ્ટભંજન હનુમાન દાદાનો રથનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

આજે વિશ્વ હેલ્‍થ ડેઃ ‘‘હેલ્‍થ ફોર ઓલ”ની થીમ સાથે ડિજિટલ ઈન્‍ડિયામાં આભા કાર્ડ કેન્‍દ્ર સરકારની નવી પહેલ

vartmanpravah

વાપીના સિક્કાની બીજી બાજું-ભડકમોરા સુંદરનગર વિસ્‍તારમાં પથરાયેલા નર્કાગારમાં જીંદગી શ્વસી રહી છે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ ભાજપ લઘુમતી મોરચાની રાષ્ટ્રીય વર્ચ્‍યુઅલ મીટિંગ યોજાઈ

vartmanpravah

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment