April 26, 2024
Vartman Pravah
Breaking Newsવાપી

વાપીના સિક્કાની બીજી બાજું-ભડકમોરા સુંદરનગર વિસ્‍તારમાં પથરાયેલા નર્કાગારમાં જીંદગી શ્વસી રહી છે

સુંદરનગરને અસુંદર બનાવવામાં પંચાયત કે પાલિકાનો જબરદસ્‍ત સહયોગઃ મુંબઈની ધારાવીનો અહેસાસ કરવો હોય તો સુંદરનગરની મુલાકાત લ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
વાપીના વિકાસની ચકાચાંદ વાતો સદા જોવા મળે છે. પરંતુ સિક્કાની બીજી બાજુ ભાગ્‍યેજ લોકો સુધી-પ્રશાસન સુધીપહોંચતી હોય છે. વાત છે. વાપીના ભડકમોરા વિસ્‍તારમાં આવેલ સુંદરનગર વિસ્‍તારની. નામ સુંદરનગર છે પણ અહીં અસુંદરતા ઠેર ઠેર ગંદકી, કીચડ, ડુક્કરો વચ્‍ચે થોકબંધ પથરાયેલી પડી છે. મંગળ ઉપર માનવી પહોંચ્‍યો પણ અફસોસ વાપી ભડકમોરાના સુંદરનગર સુધી પંચાયત કે પાલિકા જેવી કોઈ એજન્‍સી પહોંચી હોય તેવી સ્‍થાનિક દિનદશા જોઈને શબ્‍દશઃ લાગી રહ્યું છે.
વાપીના વિકાસની ચારેકોર ગુલબાંગો પડધા પાડીને સંભળાવાઈ રહી છે. વાપી વિસ્‍તારના અમુક સ્‍લમ વિસ્‍તારની ચાલીઓની જીંદગી બદથી બદ્દતર છે. ભાગ્‍યે જ સરકાર કે પ્રશાસને એવા વિસ્‍તારમાં દસ્‍તક દીધા હશે. કદાચિત જોવાની પણ તસ્‍દી નહી લીધી હોય તેનુ જીવંત ઉદારહણ ભડકમોરોનો સુંદરનગર વિસ્‍તાર છે. આ વિસ્‍તારમાં ગંદકી, ડુકકર અને નાક ફાડી નાખે તેવી બદબુ વચ્‍ચે માનવી શ્વસી રહ્યો છે. લાચારીની ચરમ સિમા એટલે મુંબઈ ધારાવી વિસ્‍તારનો એક હિસ્‍સો વાપીમાં વસી રહ્યો છે. તેવા બદએ હાલ સ્‍થાનિક ચાલીઓમાં રહેતા લોકોના છે. પ્રશાસનના નકશામાં ભડકમોરા સુંદરનગર વિસ્‍તાર હશે નહી તેવું સ્‍પષ્‍ટ અહીંની દારૂણ સ્‍થિતિ જોઈને અચૂક થઈ રહ્યું છે.

Related posts

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલની દિવાળી માનતા એવા ‘જેસીઆઈ વીક’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સેવા સમર્પણ સાથે ભાવિ પેઢીનોજયઘોષ

vartmanpravah

પારડી જીવદયા ગ્રુપે લીલવણ નામના સુંદર દેખાતા સાપનું રેસ્‍કયુ કરી ઉગાર્યો

vartmanpravah

બે દિવસીય મુલાકાતના સમાપન સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ઔર વધુ શ્રેષ્‍ઠ દાનહના નિર્માણનો સંકલ્‍પ

vartmanpravah

ધરમપુર માકડબન ગામની ખનકીના બ્રિજ ઉપરથી લક્‍ઝરી બસ પલટી મારી અડધી લટકી

vartmanpravah

પારડીમાં રૂા. 175.16 લાખના ખર્ચે નિર્માણ થયેલી લાઈબ્રેરી તથા આંગણવાડીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment