January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ દ્વારા ચિત્રકામ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
દાદરા નગર હવેલી સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ દ્વારા ખેડૂત ટ્રેનિંગ સેન્‍ટર ખાતે ‘વિશ્વ વસતી દિવસ’ નિમિતે ચિત્રકામ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં કેન્‍દ્રીય વિદ્યાલય, સેન્‍ટ ઝેવિયર્સ સ્‍કૂલ અને આલોક પબ્‍લીક સ્‍કૂલના 39 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો શુભારંભ ઉપ વન સંરક્ષક અધિકારી શ્રી રાજથિલક એસ, રેન્‍જર કિરણ પરમારના હસ્‍તે દીપ પ્રાગટ્‍ય કરી કરવામાં આવ્‍યો હતો. ચિત્રકામ સ્‍પર્ધાનું નિરીક્ષણ દરમ્‍યાન વન સંરક્ષક અધિકારીશ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા અને જણાવ્‍યું કે વસતી વધારો રોકવા માટે ચિત્રકામ સ્‍પર્ધાના માધ્‍યમથી બાળકોમાં એના પર રોક લગાવવાની જાગૃતિ આવશે જેનાથી આપણા ભવિષ્‍યમાં થનાર વસતી વધારા પર રોક લગાવવામાં સફળ થઈ શકીશું.
આ પ્રસંગે દરેક સ્‍કાઉટ ગાઈડને નર્સરી ફાર્મ પર જઈ ઝાડોની દેખરેખ અંગે જાણકારી મેળવવા એક ટ્રેનિંગ શિબિરનું પણ આહ્‌વાન કર્યું હતું સાથે આ અવસરે 300 ઝાડોનું રોપણ પણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

દીવના ઘોઘલા બીચ ખાતે પર્યાવરણીય ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈઃ કચરાના રિસાયકલીંગ અને ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ કલા પ્રદર્શન યોજાયું

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

કપરાડાના યુવાનને નેવરીમાં અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સ્‍થળ પર જ મોત

vartmanpravah

વલસાડમાં ગણેશ પ્રતિમા લઈને આવતા પોલીસ અને ગણેશ ભક્‍તો વચ્‍ચે મામલો બિચકાયો

vartmanpravah

વલસાડ અબ્રામા વિસ્‍તારની સોસાયટીમાં ઘૂસેલા છ ચોર પાડોશીઓની સતર્કતા આધિન ભાગૂ છૂટયા

vartmanpravah

Leave a Comment