October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પૂરના અસરગ્રસ્‍ત નવસારી જિલ્લાના આશ્રયસ્‍થાનની મુલાકાત લઈને અલુણાવ્રત રાખનાર બાળકી સાથે સંવેદનશીલ સંવાદ કરી માનવીય અભિગમ દાખવ્‍યો

અતિવૃષ્ટિ પ્રભાવિત નવસારીના મોચી સમાજની વાડી ખાતે રાહતકાર્યોનું નેતૃત્‍વ નિરીક્ષણ કરતા મુખ્‍યમંત્રી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
(આલેખન : ભાવિન પાટીલ)
ચીખલી(વંકાલ), તા.13: ઉપસ્‍થિત અસરગ્રસ્‍ત લોકોએ મુખ્‍યમંત્રીશ્રીના સંવેદનશીલ અભિગમને પ્રોત્‍સાહન આપ્‍યું હતું.
મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્ર પટેલ અતિવૃષ્ટિ પ્રભાવિત નવસારી જિલ્લાના રાહતકાર્યોમાં માર્ગદર્શન અને નગરજનોની જાતે મુલાકાત લીધી હતી. નિચાણવાળો વિસ્‍તાર વોરાવાડ વિસ્‍તારનું નિરીક્ષણ કરી મોચી સમાજની વાડી, કાલિયાવાડી ખાતેના શેલ્‍ટર હોમમાં આશ્રય લઈ રહેલા અસરગ્રસ્‍તોની મુલાકાત લઈ તેમને મળતી ભોજન, આરોગ્‍ય સેવાઓની જાણકારી મેળવી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ આ વિસ્‍તારોમાં જે અતિભારે વરસાદ થયો તેનાથી સર્જાયેલી વિકટ સ્‍થિતિનો ચિતાર નગરજનો સાથે સંવાદ કરીને મેળવ્‍યો હતો.
શ્રી ભૂપેન્‍દ્ર પટેલે અસરગ્રસ્‍તો સાથેની સંવેદનાસભર સંવાદ દરમિયાન 11 વર્ષની બાળકી પ્રિયાંશી મેહુલ રાઠોડ સાથે ખાસ વાતચીત કરી હતી. જેને આવી વિકટ પરિસ્‍થિતિમાં પણ અલુણા વ્રત રાખ્‍યા હતા. જે જાણીમુખ્‍યમંત્રીશ્રી ભાવુક થયા હતા. સાથે બાળકીને વ્રત માટે કોઈ પણ જાતની મુશ્‍કેલી ના થાય તે માટે ત્‍યાંના તંત્રને ખાસ કાળજી લેવાનુ સૂચન કર્યું હતું.
ત્રણ વર્ષ આગાઉ ઘરમાં વરસાદી પાણી આવી જતા પ્રિયાંશીના પિતાશ્રી મેહુલભાઈ રાઠોડનું અવસાન ખેંચ આવી જતા થયું હતું. આ વર્ષે પણ વોરાવાડ સ્‍થિત તેમના ઘરમાં વરસાદી પાણીનો ભરાવો થતાં ભૂતકાળના વેઠેલી આફત તાજી થઈ હતી. પરંતુ આ વખતે સમયસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી કાલિયાવડીમાં આવેલ મોચી સમાજની વાડી સમાજ સમગ્ર પરિવાર સાથે આસપાસના લોકોને સ્‍થળાંતરિત કર્યા હતા.
પ્રિયાંશીની માતાએ મુખ્‍યમંત્રીશ્રીને આભાર વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, મારી બાળકીએ અલુણા વ્રત રાખ્‍યા છે અને આવી કપરી પરિસ્‍થિતિમાં વ્રત ચાલુ રાખવા ખૂબ મુશ્‍કેલ લાગતું હતું પરંતુ છોકરીના દ્રઢ મનોબળ રાખી અલુણા વ્રત ચાલુ રાખ્‍યા હતા જે માટે અહી વહીવટી તંત્ર દ્વારા પણ જરૂરી કાળજી લેવામાં આવે છે.
પ્રિયાંશીની માતા છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે તેમની બાળકી ચોવીસી શાળામાં ધોરણ-4 માં અભ્‍યાસ કરે છે, અને મુખ્‍યમંત્રી દ્વારા પોતાની છોકરી સાથે સંવાદ કરતા આ મુલાકાત તેમના માટે યાદગાર રહેશે એવું જણાવ્‍યું હતું, આ વરસાદી ત્રાસદીનોમક્કમતાપૂર્વક મુકાબલો કરીને નવસારીની પ્રજા ખમીરથી હવે બેઠી થઈ રહી છે તેમાં સરકારની મદદ-સહાયની ખાતરી આપતા શહેરીજનોની દિલેરીને બિરદાવી હતી.
મુખ્‍યમંત્રીશ્રીએ પણ નગરજનોની વિતક સહાનુભૂતિપૂર્વક સાંભળીને સરકારના રાહતકાર્યો અને સહાયની વિગતો આપી હતી.
—-

Related posts

દાનહ અને દમણ-દીવ માટે પુડ્ડુચેરીની તર્જ ઉપર વિધાનસભાના ગઠન માટે ઉચ્‍ચ સ્‍તરે કવાયત થઈ રહી હોવાનો પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે આપેલો સંકેત

vartmanpravah

દમણ જિ.પં.ના જાહેર બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન પટેલે મોદી સરકારના બજેટને મહિલાઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્‍યું

vartmanpravah

સમાજ માટે હમ સાથ સાથ હૈઃ બિરસા મુંડા જન્‍મ જયંતિની કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક સાથે ઉજવણી કરતા આદિવાસીઓમાં જોવા મળેલો ઉત્‍સાહ

vartmanpravah

આજે દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ વિજય માટે એક માત્ર ભાજપમાં ઉત્‍સાહ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી રૂા. 13.પ1 લાખનો દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

દાનહ ફાયર અને ડીઝાસ્‍ટર વિભાગ દ્વારા ઓનલાઇન ફાયર એન.ઓ.સી. મેળવવા માટેની આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

Leave a Comment