December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી-આલીપોર વચ્‍ચે નેશનલ હાઈવેના સર્વિસ રોડની સપાટી ઠેર ઠેર બેસી જતા અકસ્‍માતને નોતરતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્‍ય

હાઈવે તંત્ર સત્‍વરે મરામત કરાવે તે જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી તાલુકામાંથી પસાર થતા રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ ઉપર ચીખલીના ઓવરબ્રિજના છેડેથી આલીપોર વસુધારા ડેરી સુધીની લંબાઈમાં સર્વિસ રોડની સપાટી ધણી જગ્‍યા બેસી જવા પામી છે. અને રોડની સપાટી ઠેર ઠેર તૂટી જતા, બેસી જતા મસમોટા ખાડાઓ પડી જવા પામ્‍યા છે. અને સર્વિસ રોડની હાલત બદતર થવા પામી છે.
આ સર્વિસ રોડ સ્‍થાનિકો માટે ખૂબ મહત્‍વનો હોવા સાથે વાહનોની અવાર જવર પણ મોટાપાયે રહેતી હોય છે અને સમયસર મરામતના અભાવે દિવસે દિવસે માર્ગની સપાટી વધુ ખરાબ થઈ રહી છે. જેને પગલે ઘણીવાર વાહન ચાલકો કફોડી સ્‍થિતિમાં મુકાતા હોય છે. અને સતત અકસ્‍માતનો ભય સતાવતો હોય છે.
ચીખલીમાં થાલા, મજીગામ સહિત ત્રણેક જગ્‍યાએ હાઈવેનો સર્વિસ રોડ વર્ષોથી અધુરો છે. અને હાલે જે છે તેની પણ બદતર હાલત થવા પામી છે. હમણાં વરસાદનો વિરામ છે. પરંતુ વરસાદ ફરી ચાલુ થતાની સાથે જ આ સર્વિસ રોડ ધોવાઈ જાય તો નવાઈ નહિ. તેવા સંજોગોમાં ચીખલીથી આલીપોર વચ્‍ચેની લંબાઈમાંહાઇવે તંત્ર દ્વારા સત્‍વરે આ સર્વિસ રોડની મરામત કરવામાં આવે તે જરૂરી છે. ત્‍યારે મરામત માટે હાઇવે તંત્રને કયારે ફુરસદ મળશે તે જોવું રહ્યું.

Related posts

હોકીના મહાનખેલાડી મેજર ધ્‍યાનચંદની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

કપરાડા તાલુકાના આસલોણા ગ્રામ પંચાયત ભવનનું રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે લોકાપર્ણ કરાયું

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 69 કેસ નોંધાયાં : 418 એક્‍ટિવ કેસ

vartmanpravah

વાપીના કરવડ ગામે લગ્ન પ્રસંગમાં વ્‍યક્‍તિને સાપ કરડયો, પરંતુ બિનઝેરી હોવાથી ટળેલું વિઘ્ન

vartmanpravah

મોટી દમણના ઝરી ખાતેના જુના અને જર્જરીત પુલ ઉપર થયેલા બાઈક અકસ્‍માતમાં એકનું મોત

vartmanpravah

પ્રધાનમંત્રી 16 ડિસેમ્બરે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ પર રાષ્ટ્રીય શિખર સંમેલન દરમિયાન ખેડૂતોને સંબોધિત કરશે

vartmanpravah

Leave a Comment