September 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

ગુરુભક્તોએ ધર્માચાર્ય ગુરુદેવ પરભુદાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.૧૩: પ્રગટ પ્રગટેશ્વરધામ આછવણી ખાતે અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુપૂર્ણિમાની ઊજવણી ભક્તિભાવપૂર્ણ કરવામાં આવી હતી.

ગુરુભક્તોએ ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાનું પૂજન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. પ્રગટેશ્વરદાદાના સાનિધ્યમાં યોજાયેલી બે દિવસની ઉજવણીમાં સેંકડો શિવભક્તો સહભાગી બન્યા હતા.

આ અવસરે ધર્માચાર્ય પરભુદાદાએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમાનો મહિમા ઘણો મોટો છે, ગુરુના આશીર્વાદ મેળવવાનો આ શ્રેષ્ઠ દિવસ છે. પુરા ભાવ થી ગુરુદેવની પૂજા કરવાથી વેદ વ્યાસના સીધા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમણે વધુમાં આજે તમામ દેવો સહિત વરુણ દેવના આશીર્વાદ પણ મળ્યા હોવાનું જણાવી પર્યાવરણ જાળવણી માટે દાદાએ સૌને વૃક્ષ વાવી તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે કશ્યપ મહારાજે જણાવ્યું હતું કે, દર્દીને ડોકટર ઉપર વિશ્વાસ હોય તેમ શિષ્યે ગુરુ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, ગુરુ ઉપર નિષ્ઠા રાખીને આવ્યા છો ત્યારે તમારી દરેક ઇચ્છાઓ પૂર્ણ કરે તેવા આશિર્વાદ તેમણે આપ્યા હતા. આ ઉપરાંત ભાસ્કર દવે અને અનિલભાઈ મહારાજે પણ સૌના કલ્યાણના આશીર્વચન પાઠવ્યા હતા.

ઈશ્વરભાઈ ગજ્જર અને તેમની ટીમે બંને દિવસ ભજનોની રમઝટ બોલાવી ભક્તજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ અવસરે સવારે દત્ત યજ્ઞથી ગુરુપૂર્ણિમા ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ગુરુપૂજન કરાયું હતું. ગુરુપૂજન બાદ શિવ પરિવારની બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ૧૦૮ દીવડાથી ગુરુદેવ ધર્માચાર્ય પરભુદાદા અને રમાબાની આરતી ઉતારી હતી.

ગુરુપૂર્ણિમાના આગલા દિવસે યોજાયેલા કાર્યક્રમમાં સૌપ્રથમ ધજારોહણ કરાયું હતું. ત્યારબાદ ભજનિક ઈશ્વરભાઈ ગજ્જર અને તેમની ટીમે ભજનો રજૂ કર્યા હતા તેમજ શિવ પરિવારના ઝીકુભાઈ, અપ્પુભાઈ, મિતાબેન, શૈલાબેન, ઉષાબેન, સીતાબેન, ઇલાબેન વગેરેએ ગુરુપૂર્ણિમા માહાત્મ્ય વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ કાર્યક્રમની ઉજવણીમાં શિવ પરિવારના પ્રમુખ બીપીનભાઈ પરમાર, મંત્રી હેમંતભાઈ પટેલ, ખજાનચી અમિતભાઇ પટેલ, યુવા પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મયંકભાઈ બ્રહ્મભટ્ટ, મહારાષ્ટ્ર પ્રમુખ આર.કે.ખાંડવે સહિત મયુરભાઈ પટેલ, જયેશભાઇ પટેલ, વિપુલભાઈ પંચાલ, ધર્મેશભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, કૃપાશંકર યાદવ, અજયભાઈ પટેલ,  દિનેશભાઇ પટેલ મહારાષ્ટ્રના સંતોષભાઈ તમખાને, યોગેશભાઈ ખાંદવે વગેરે સહભાગી બન્યા હતા.

Related posts

ઉમરગામ તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયત માટે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે ૧૦૮ અને સભ્યો માટે ૮૮૦ ઉમેદવારો મેદાનમાંઃ કાલય ગ્રામ પંચાયત સમરસ જાહેર

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પરથી મળી આવેલ સગીરાનો જી.આર.પી.એ પરિવાર સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

કપરાડા બાયફ કેમ્‍પસ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામા આવી હતી

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી

vartmanpravah

વાપી ભડકમોરામાં બિલ-ચલણ વગરનો ગુટખા અને પાન-મસાલાનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

Leave a Comment