Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાની ૫ નગરપાલિકાઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમો દ્વારા સફાઇ કામગીરી શરૂ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા. 13: વલસાડ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં પુર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોને સ્થળાંતર કરાયા હતા. હાલમાં પાણી ઓસરતા આ વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તેની જિલ્લા વહીવટી તંત્રેએ પુરતી તકેદારી રાખી સફાઈ કર્મચારીઓને કાફલો તૈનાત કરી દેવાયો છે. દિવસ રાત આ વિસ્તારોમાં સફાઈ કામગીરી થઈ રહી છે.

વલસાડમાં ઔરંગા નદીમાં આવેલા પુરને કારણે શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ફરી વળતાં ઠેર ઠેર કીચડ અને કાદવનો ફેલાવો થયો છે. જેથી ચારેબાજુ ગંદકી ફેલાવાથી રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જેને ધ્યાનમાં લઈ વલસાડ વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોમાં સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. આજરોજ વલસાડ પાલિકાની ૧૦ ટીમના ૮૬ કામદારો, સુરત મહાનગર પાલિકાની ટીમના ૫૫, વાપી પાલિકાના ૩૦ તેમજ પારડી, ધરમપુર અને ઉમરગામ પાલિકાના કુલ ૩૬ કામદારો સહિત ૨૦૭ કામદારો દ્વારા સફાઇ કામગીરી કરવામાં આવી રહી છે.

Related posts

કપરાડા તાલુકાના સુખાલા ગામના સરપંચ-ડેપ્‍યુટી સરપંચ સત્તારૂઢ થયાં

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓનો તાત્‍કાલિક નિવેડો લાવવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

તુંબ ગ્રામ પંચાયતનું બજેટ ત્રીજી વાર નામંજુર

vartmanpravah

વલસાડ રામવાડીમાં વિચિત્ર ચોરી : ધોળે દિવસે તસ્‍કરો ફલેટ ખરીદ્યો હોવાનું જણાવી ઘરનો સામાન ટેમ્‍પામાં ભરી ગયા

vartmanpravah

ઉદયમાન સૂર્યને અર્ઘ્‍ય આપવાની સાથે છઠ્ઠ મહાપર્વનું સમાપનઃ આસ્‍થાના ઓજસથી તરબોળ બનેલો દમણનો નમો પથ

vartmanpravah

દાનહમાં ધોરણ-10 અને 1રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment