(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: વલસાડ તાલુકાનાં તીઘરા ગામના એક ગરીબ પરિવારના હેમલ રમેશભાઈ હળપતિએ જીવનમાં સંઘર્ષ સાથે અભ્યાસ પણ ચાલું રાખી તાજેતરમાં જ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતેથી અર્થશાષા વિષયમાં “SOCIO-ECONOMIC IMPACT OF TOURISM SECTOR IN DEVELOPMENT OF GUJARAT: A CASE STUDY OF SOUTH GUJARAT” શિર્ષક પર સી.એન. આર્ટ્સ એન્ડ બી.ડી. કૉમર્સ કોલેજ, કડીનાં પ્રિન્સીપાલશ્રી ડૉ. જી.ડી. ત્રિપાઠીનાં માર્ગદર્શન હેઠળ ભ્ત્ર્.ઝની પદવી હાંસલ કરી સમગ્ર હળપતિ સમાજ અને તીઘરા ગામને ગૌરવ અપાવ્યું છે. જે બદલ ગામનાં સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમની આ ઝળહળતી સિધ્ધિ બદલ હળપતિ સમાજે ગૌરવની લાગણી અનુભવી હેમલભાઈને અભિનંદન પાઠવ્યા હતા.
Previous post