October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણવાડા ગ્રા.પં.ના સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના જન્‍મ દિન નિમિત્તે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓને આપેલું તિથિ ભોજન

દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારની તમામ આંગણવાડીઓ અને પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક અને હાઈસ્‍કૂલના વિદ્યાર્થીઓ સાથે પણ કરેલી મુલાકાત અને વાતચીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13
આજે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને વર્તમાન પ્રવાહ દૈનિકના તંત્રી શ્રી મુકેશ ગોસાવીએ પોતાના જન્‍મ દિવસ નિમિત્તે દમણવાડા પંચાયત વિસ્‍તારની તમામ આંગણવાડીઓ (નંદઘર) અને પ્રાથમિક, ઉચ્‍ચ પ્રાથમિક અને હાઈસ્‍કૂલમાં તિથિ ભોજનનું આયોજન કર્યું હતું.
આજે મોટી દમણના નવા જમ્‍પોર ખાતે પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક તથા હાઈસ્‍કૂલ અને ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા તથા દમણવાડા પંચાયતની 4 આંગણવાડીઓમાં સરપંચશ્રી દ્વારા ખીર અને પુરીનું તિથિ ભોજન કરાવવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ આંગણવાડીના સંચાલકો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં કોરોનાની રફતાર યથાવત બુધવારે અધધ… વધુ 387 પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

આગામી સમયે તમને દિલ આકારની કેરી મળે તો નવાઈ ન પામતા : ઉમરગામના પ્રગતિશીલ ખેડૂતે દિલ આકારની કેરી પકવી

vartmanpravah

દમણ જિલ્લાના સરપંચોના પ્રતિનિધિ મંડળે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દેહરીની કંપનીમાં ભિષણ આગ: 15 જેટલા કામદારો દાઝી જતા પહોંચેલી નાની મોટી ઈજા

vartmanpravah

વાપીમાં આવેલ વિદ્યાવિહાર સ્‍કૂલમાં જન્‍માષ્ટમી મહોત્‍સવનું થયેલું આયોજન

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ પારડી પર્લની બોર્ડ તથા જનરલ મીટીંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment