દમણવાડા ગ્રામ પંચાયત વિસ્તારની તમામ આંગણવાડીઓ અને પ્રાથમિક-ઉચ્ચ પ્રાથમિક અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પણ કરેલી મુલાકાત અને વાતચીત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13
આજે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને વર્તમાન પ્રવાહ દૈનિકના તંત્રી શ્રી મુકેશ ગોસાવીએ પોતાના જન્મ દિવસ નિમિત્તે દમણવાડા પંચાયત વિસ્તારની તમામ આંગણવાડીઓ (નંદઘર) અને પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને હાઈસ્કૂલમાં તિથિ ભોજનનું આયોજન કર્યું હતું.
આજે મોટી દમણના નવા જમ્પોર ખાતે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક તથા હાઈસ્કૂલ અને ભામટી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા તથા દમણવાડા પંચાયતની 4 આંગણવાડીઓમાં સરપંચશ્રી દ્વારા ખીર અને પુરીનું તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ આંગણવાડીના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા.