Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

  • વિવિધ ધર્મના 1 હજારથી વધુ લોકોને આપવામાં આવેલી સેવા

  • જિલ્લાની અન્‍ય સંસ્‍થાઓએ પણ લોકોની મદદ માટે આગળ આવવાની જરૂરઃ વિશાલભાઈ ટંડેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.14
દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને’ વર્ષ 2016માં મૃતકોના અંતિમ સંસ્‍કાર માટે મોક્ષરથ સેવા શરૂ કરી હતી. આજે આ સેવાને 6 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા 6 વર્ષમાં ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથે વિવિધ ધર્મના 1 હજારથી વધુ લોકોની સેવા કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના અધ્‍યક્ષ શ્રી વિશાલભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ સંસ્‍થા દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના હેતુથી વર્ષ 2016માં મોક્ષ રથ સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવા દ્વારા દમણના રહેવાસીઓ અને નજીકના લોકોના પરિવારના સભ્‍યો અને પરિચિતોને વધુ સારી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. વર્ષ 2022માં આ સેવાને 6 વર્ષ પૂરા થયા છે અને આ દરમિયાન સંસ્‍થાના સભ્‍યોએ આ ઉમદા કાર્ય કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન પણ મોક્ષ રથના ડ્રાઈવરો શ્રી જીતેન્‍દ્રભાઈ હળપતિ અને શ્રી બસીમભાઈ પટેલે કોઈપણ ખચકાટ વિના તેમની સેવા ચાલુ રાખી હતી.
‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના અધ્‍યક્ષ શ્રી વિશાલભાઈ ટંડેલે વધુમાં જણાવ્‍યું હતું કે, દમણ જિલ્લામાં તેમની સંસ્‍થા દ્વારા એકમાત્ર મોક્ષરથ વાહન સુવિધા ચલાવવામાં આવી રહી છે, જે પૂરતું નથી. તેમણે જણાવ્‍યું હતું કે, જાળવણીનેકારણે કેટલીકવાર મોક્ષરથની સુવિધા અવરોધાય છે, તેથી દમણ જિલ્લાની અન્‍ય સંસ્‍થાઓએ પણ આગળ આવીને મોક્ષરથ જેવી સુવિધા શરૂ કરવી જોઈએ. શ્રી વિશાલભાઈ ટંડેલે જિલ્લાની અન્‍ય ખાનગી સંસ્‍થાઓને મોક્ષરથ જેવી વાહન સુવિધા શરૂ કરીને આ સેવામાં સહયોગ આપવા હાકલ કરી છે.

Related posts

વેલુગામ સ્‍થિત દોડીયા સીન્‍થેટીક્‍સ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દિવાળી બોનસ નહીં મળતા હડતાલ પર

vartmanpravah

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું

vartmanpravah

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ શિવ કથાનો લીધેલો લાભ

vartmanpravah

2024 લોકસભા ચૂંટણી દાનહ અને દમણ-દીવ માટે ભાગ્‍ય ઉઘાડનારી અને વિશ્વ સ્‍તરે ડંકો વગાડનારી બની રહેશે

vartmanpravah

દાનહ ઉમરકૂઈ ડુંગરપાડા ગામે ખેતીની જમીનમાં દબાણ કરેલ જગ્‍યાનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment