Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટવલસાડવાપી

હાઈવે ઉપર પાણી ફરી વળતા વાપી-ચીખલી હાઈવે ઉપર હજારો વાહનોના પૈંડા થંભી ગયા

ચીખલી આસપાસ હાઈવે ઉપર બે થી ત્રણ ફૂટ પાણી ફરી વળતા લેવાયેલો નિર્ણય પાણી ઓસરતા હાઈવે કાર્યરત થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વલસાડ જિલ્લામાં છેલ્લા છ દિવસથી સાંબેલાધાર વરસાદ તમામ વિસ્‍તારોમાં પડી રહ્યો છે. નોનસ્‍ટોપ પડી રહેલા વરસાદે અનેક પ્રકારની ખાના ખરાબી તારાજી ઠેર ઠેર સર્જી છે. તેમાં નેશનલ હાઈવે પણ બાકાત નથી. આજે ગુરુવારે વહેલી સવારથી વલસાડથી લઈ ચીખલી સુધી ભયંકર અતિવૃષ્‍ટિ થઈ હતી. જેને કારણે નેશનલ હાઈવે ઉપર બે થી ત્રણ ફૂટ પાણી ખાસ કરીને ચીખલી હાઈવે ઉપર ભરાઈ જતા હાઈવેની અવરજવર અટકાવી દીધી હતી તેથી વાપીથી લઈ ચીખલી સુધીનો હાઈવે બંધ થતા ઠેર ઠેર વાહનોની કતારો લાગી ગઈ હતી. ચીખલીમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર ચીમલા ફાટક આગળ બલવાડા પાસે કાવેરી નદીના પુરના પાણી પસરી જતા નેશનલ હાઇવે પરનો વાહન વ્‍યવહાર પણ થંભી જતા બન્ને તરફ ટ્રાફિક જામ સાથે વાહનોની લાંબી કતાર થઈજવા પામી હતી. ચીખલીમાં હાઇવેના સર્વિસ રોડ પર પણ ઠેર-ઠેર પાણી ભરાયા હતા.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા છ દિવસથી વરસી રહેલ બેફામ વરસાદે સ્‍કોર 60 ઈંચ સુધીનો નોંધાવી દીધો છે. એક જ સપ્તાહમાં વલસાડ જિલ્લામાં આકાશ ફાટયુ હોય તેમ ધનાધન નોન સ્‍ટોપ વરસાદ તમામ તાલુકાઓમાં વરસી રહ્યો છે. જેને લઈ શહેરી-ગ્રામ્‍ય વિસ્‍તારમાં તો તારાજી સર્જાઈ ચૂકી છે. પરંતુ આજે નેશનલ હાઈવે પણ અતિવૃષ્‍ટિનો ભોગ બન્‍યો હતો. ચીખલી આસપાસ હાઈવે ઉપર બે થી ત્રણ ફૂટના પાણી ફરી વળતા સત્તાવાળાઓએ હાઈવે બપોરે બંધ કરી દેવાયો હતો. અલબત્ત પાણી ઓસર્યા બાદ હાઈવે રાબેતા મુજબ ચાલુ થઈ જશે પરંતુ હજારો વાહનોના પૈંડા વાપીથી ચીખલી સુધી થંભી ગયા હતા. બન્ને લાઈન ઉપર કતારો લાગી ગઈ હતી.

Related posts

વાપી લખમદેવ તળાવમાં ગાંધી જયંતિએ સફાઈ કામગીરીમાં વેઠ ઉતારાઈ : કચરાના ઢગલા યથાવત રખાયા

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ શાળામાં જન જાતિય ગૌરવ દિવસને લઈ નિબંધ લેખન પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

દાનહ કોંગ્રેસે સેલવાસ ન.પા. વિસ્‍તારના ખખડધજ રસ્‍તાઓને તાત્‍કાલિક રીપેર કરવા પ્રમુખને કરી રજૂઆત

vartmanpravah

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્‍ધાંજલી અપાઈ

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં કોવિડ-19 વેક્‍સિનેશન થયું

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટ પર થાર (જીપ) ચાલકે ઉભેલા યુવક અને કારને ટક્કર મારી થયો ફરાર

vartmanpravah

Leave a Comment