June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને તા. 22 સુધી સભા-સરઘર પર પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૧૮: વલસાડ જિલ્લામાં આગામી તા. 22 જુલાઈ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસએસસી અને એચએસસી (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) 2022ની બોર્ડની જાહેર પૂરક પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના શાંતિ અને સલામતી પૂર્વક પરીક્ષા આપી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તેવા શુભ હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા એસ.આગ્રેએ સમગ્ર વિસ્તારમાં તા. 22 જુલાઈ સુધી સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી પરીક્ષાના દિવસો દરમિયાન સરઘસ કાઢવાની તથા સભા ભરવાની મનાઈ ફરમાવી છે. આ સિવાય મણિબા સાર્વજનિક વિદ્યાલય, ધનભુરા રોડ, વલસાડ, જીવીડી સાર્વ.હાઈસ્કૂલ, પ્રજ્ઞા પ્રબોધ ગાયત્રી વિદ્યાલય, સ્વામિનારાયણ સ્કૂલ, ધારા નગર, અબ્રામા, નેશનલ ઈંગ્લિશ હાઈસ્કૂલ, ભાગડાવડા, સ્વામિનારાયણ વિદ્યાલય, તારાબાગ, પારડી સાંઢપોર, હિંદી વિદ્યાલય,મોગરાવાડી, બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર, ખોખરા ફળિયા, પારનેરા પારડી, સેન્ટ જોફેસ ઈટી હાઈસ્કૂલ, બાઈ આવાબાઈ હાઈસ્કૂલ, આરએમ એન્ડ વીએમ હાઈસ્કૂલ અને જમનાબાઈ સાર્વ.હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્રની હદથી 100 મીટર ત્રિજ્યામાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા અને બિન અધિકૃત વ્યક્તિઓ તથા ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશબંધી ફરમાવતુ જાહેરનામુ બહાર પાડ્યું છે.

Related posts

દાનહઃ અથાલમાં કન્‍ટેઈનરની અડફેટે એક યુવતિનું ઘટના સ્‍થળ પર જ થયેલું મોત

vartmanpravah

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

‘સબકી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત દુણેઠામાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

દેશના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીત બદલ સંઘપ્રદેશના આદિવાસી સમાજમાં ખુશીની લહેર

vartmanpravah

દીવના પોલીસ સ્‍ટેશન ખાતે વિધિવત ગણપતિ સ્‍થાપન કરવામાં આવી

vartmanpravah

વાપી શાકમાર્કેટમાં ડિમોલિશન કાર્યવાહીમાં પથ્‍થરમારો કરનાર 15 આરોપી પૈકી 8ની ધરપકડ

vartmanpravah

Leave a Comment