December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા સહિત રાજ્‍યમાં શિષ્‍યવૃત્તિ માટે ઈ-કેવાયસીના તઘલખી નિર્ણયથી વાલીઓ-વિદ્યાર્થીઓ કંટાળી ગયા, શિષ્‍યવૃત્તિ ટાળવા લાચાર

સરકારી પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન : સાત કોઠા વિંધવા જેવું કઠીન કામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: સરકારી પ્રાથમિક શાળામાં અભ્‍યાસ કરતા ધો.1 થી 5 ના વિદ્યાર્થીઓને 1650 અને ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 1950 રૂપિયા શિષ્‍યવૃત્તિ મેળવવા માટે ઈ-કેવાયસી ફરજીયાત તઘલખી નિર્ણયના ઘેરા પ્રત્‍યાઘાત સમગ્ર વલસાડ જિલ્લામાં પડી રહ્યા છે.
શિષ્‍યવૃત્તિ મેળવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર દરખાસ્‍ત કરવાની આ દરખાસ્‍ત કરવા પહેલાં વિદ્યાર્થીનું બેંક એકાઉન્‍ટ જોઈએ, વિદ્યાર્થી-વાલીના આધાર કાર્ડ ફરજીયાતખાતુ ખોલાવવા વિદ્યાર્થી-વાલી 5 હજારની રકમ બેંકમાં ડીપોઝીટ કરવી પડે ત્‍યાર બાદ શાળા કક્ષાએ ડિજિટલ પોર્ટલમાં દરખાસ્‍ત કરવા આવકનો દાખલો કઢાવવાનો, જાતીનો દાખલો કઢાવવાનો. ત્‍યારબાદ શાળાના આચાર્ય દરખાસ્‍ત કરે, વિદ્યાર્થીનું ધોરણ, પુરુ નામ, માતાનું નામ, જન્‍મ તારીખ, માતા-પિતાનો વ્‍યવસાય, કોમ્‍યુનિટિ કાસ્‍ટ, વાલીનો મોબાઈલ નંબર, આધાર નંબર, બેંક ખાતા નંબર, પાછુ આધાર લીંક પણ જરૂરી જેવી અગણિત જફાઓ શિષ્‍યવૃત્તિ મેળવવા માટે ફરજીયાત કેવાયસીનો તઘલખી નિર્ણય. જો કે આ પ્રોસેસ ખુબ અટપટી છે. જે વાલીઓ કે વિદ્યાર્થીઓ પુરુ પાડી શકવા અસમર્થ બની રહ્યાની ચોમેર વલસાડ જિલ્લાના વાલીઓ કરી રહ્યા છે. તેથી કડાકૂટવાળી શિષ્‍યવૃત્તિ લેવાનું વાલીઓ ટાળી રહ્યા છે. આ સિસ્‍ટમથી પુરવાર થઈ ચૂક્‍યુ છે કે શિષ્‍યવૃત્તિ લેવી એટલે લોઢાના ચણા ચાવવાની કફોડી સ્‍થિતિ પ્રવર્તી રહી છે.

Related posts

વાપી ડુંગરી ફળીયામાં છેતરી બાબતે ઠપકો આપવા ગયેલ પરિવારના હાથ-પગ તોડી નાખ્‍યા

vartmanpravah

…અને દાદરા નગર હવેલીના બહુમતિ આદિવાસીઓની બરબાદીનો આરંભ શરૂ થયો

vartmanpravah

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

સાંસદ તરીકે એક બંધારણીય પદ ઉપર હોવાથી ઉમેશભાઈ પટેલે પોતાના વાણી-વિલાસમાં વિવેક અને સૌજન્‍ય રાખવા પડશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં પારડી તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં 36 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

સેલવાસની એસ.એસ.આર.કોલેજના પ્રા.મોહમ્‍મદ બિલાલ અબુબકર ભડાને એનાયત થયેલી પી.એચ.ડી.ની ડીગ્રી

vartmanpravah

Leave a Comment