October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતિમ ચરણમાં ખતલવાડા ગામમાં પહોંચી, રૂ. 32.38 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરાયું

  • ગામમાં સ્વચ્છતા ઉપર ભાર મુકી જિલ્લા પંચાયતના સભ્યએ ડસ્ટબીનનું વિતરણ કર્યું

  • ખતલવાડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં સીસીટીવી કેમેરા લગાવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૧૮: સરકાર દ્વારા છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં થયેલા અભૂતપૂર્વ વિકાસની ગાથા રજૂ કરતી વંદે ગુજરાત વિકાસ યાત્રા તેના અંતિમ ચરણમાં છે ત્યારે હાલમાં ઉમરગામ તાલુકામાં ફરી રહેલા વિકાસ યાત્રાનો રથ ખતલવાડા ગામમાં પહોંચ્યો હતો. જ્યાં કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ અને જિલ્લા પંચાયતના સભ્ય ઉષાબેન મસિયાએ સ્વચ્છતા ઉપર ભાર મુકી ડસ્ટબીનનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ગામમાં રૂ. 14.88 લાખના 6 કામના ખાતમૂર્હુત અને રૂ. 17.50 લાખના 11 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉમરગામ તાલુકામાં જિલ્લા પંચાયતની ખતલવાડા બેઠકના ખતલવાડા ગામમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ સવારે આવી પહોંચ્યો હતો. જ્યા ઉપસ્થિત ગ્રામજનો દ્વારા કુમકુમ તિલક અને શ્રીફળ વધેરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતની ખતલવાડા બેઠકના સભ્ય ઉષાબેન મસિયા, ઉમરગામ તાલુકા પંચાયતના સભ્ય સંતોષભાઈ સુરેશભાઈ અને લીમજીભાઈ, તાલુકા સંગઠનના મહામંત્રી પ્રકાશભાઈ પટેલ તેમજ ખતલવાડા ગામના સરપંચ સુરેન્દ્રભાઇ નટવરલાલ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. જિ.પંચાયતના સભ્ય ઉષાબેન મસિયાએ ગામમાં સ્વચ્છતા ઉપર ભાર મુકી જણાવ્યું કે, આપણુ ગામ સ્વચ્છ હશે તો જ આપણો દેશ સમૃધ્ધ બનશે. જેથી ગામમાં નિયમિત સફાઈ થવી જોઈએ. ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તેમના હસ્તે 10 કચરાપેટીનું વિતરણ પણ ખતલવાડા ગ્રામ પંચાયતને કરાયું હતું. સંગઠન મહામંત્રી પ્રકાશભાઈ પટેલે ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં સીસીટીવી કેમેરા મુકવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન ગામની શાહ ગુલાબચંદ હાઈસ્કૂલમાં રૂ. 4.28 લાખનું શૌચાલય, ડુંગરી ફળિયામાં રૂ. 5 લાખના ખર્ચે સ્મશાનભૂમિ સહિત વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક અને ડામર રસ્તાના કલ રૂપિયા 14.88 લાખના કુલ 6 કામોનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. જ્યારે રૂ. 1.50 લાખના ખર્ચે 3 બોર/હેન્ડપંપ, રૂ. 2 લાખના ખર્ચે તરમોરા રોડથી માછીવાડ રોડની બાજુની સાઈડમાં પથ્થરનું ચણતરનું કામ અને વિવિધ એરિયામાં પેવર બ્લોક અને ડામર રોડના રસ્તા મળી કુલ રૂપિયા 17.50 લાખના કુલ 11 કામોનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 2 દિવ્યાંગ લાભાર્થીને નિઃશુલ્ક મુસાફરી માટે એસટી બસનો પાસ, 10 લાભાર્થીને ઈશ્રમ કાર્ડ, 3 લાભાર્થીને આયુષ્યમાન કાર્ડ, 15 લાભાર્થીને ઔષધીય છોડનું વિતરણ, 1 લાભાર્થીને રૂ. 1 લાખનો વ્હાલી દીકરી યોજનાનો બોન્ડ અને 1 લાભાર્થીને માતૃશક્તિ યોજના હેઠળ વાનગી કીટની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

‘દીવ બીચ ગેમ્‍સ-2024’માં ખાનવેલ શાળાના વિદ્યાર્થીઓએ મલખમ્‍બ સ્‍પર્ધામાં રજત પદક જીતેલા વિદ્યાર્થીઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

vartmanpravah

ઉમરગામના દરિયા કિનારે ગણેશ ભક્‍તોની લાપરવાહીના કારણે ગણપતિની ખંડિત પ્રતિમાઓના અપમાનિત દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

દાનહ સાઈબર ક્રાઈમ પોલીસે ત્રણ છેતરપીંડીના કેસોનો કરેલો નિકાલ

vartmanpravah

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ નિમિત્તે આજે દાનહના સેલ્‍ટી ગામ સહિત દેશના અન્‍ય 50 સ્‍થળોએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનો શિલાન્‍યાસ કરશે

vartmanpravah

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

vartmanpravah

Leave a Comment