December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર-કપરાડામાં એસ.ટી.ની પ્રવાસન બસને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ, આગામી બંને રવિવારનું બુકિંગ ફૂલ

પર્યટકોના ધસારાને પહોંચી વળવા તા. ૨૩ જુલાઈના રોજ વધારાની બસનું આયોજન કરાયુ

હવે તા. ૩૦ જુલાઈ થી આ બસો વલસાડથી સુલીયા ડુંગરના 
રૂટ પર ચારેય સ્થળે ૩૦ મીનિટનો હોલ્ટ કરશે

એક જ ટ્રીપમાં સહેલાણીઓને પીપરોળ (વેલીવ્યું), વિલ્સન હીલ, શંકરધોધ અને સુલીયા ડુંગરનો રોમાંચ માણવા મળશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૩: ચોમાસા દરમિયાન વલસાડ જિલ્લાના વિવિધ ધાર્મિક અને કુદરતી પર્યટન સ્થળો ભરપૂર સૌંદર્ય સાથે ખીલી ઉઠે છે. જેને ખુશનુમા માહોલમાં માણવાનો એક લ્હાવો હોય છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના પ્રવાસન સ્થળોને વધુ વેગ મળે અને પર્યટકો રજાના દિવસોમાં સરળતાથી પહોંચી શકે તે માટે વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ વલસાડ એસટીના વિભાગીય નિયામક એન.એસ.પટેલ દ્વારા નવી પહેલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ધરમપુર- કપરાડાના પર્યટન સ્થળો માટે દર રવિવારે વલસાડ એસટી ડેપોથી લોકલ ભાડાના દરે બે નવી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.


ખાસ કરીને સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી સહેલાણીઓ ધરમપુર-કપરાડાના આ સ્વર્ગસમા સ્થળોને માણવા માટે ઓનલાઈન બુકિંગનો લાભ લઈ રહ્યા હોવાથી આગામી તા. ૧૬ જુલાઈ અને તા. ૨૩ જુલાઈ ૨૦૨૩ને બંને રવિવારની બંને બસો ઓનલાઈન રીઝર્વેશનમાં ફૂલ થઈ ગઈ છે. જેથી મુસાફરોના ધસારાને ધ્યાને લઈ આ બે બસો સિવાય તા. ૨૩ જુલાઈ ૨૦૨૩ના રોજ વધારાની એક બસનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮.૧૫ કલાકે વલસાડથી ઉપડી અને ૧૨.૨૫ કલાકે સુલીયા ડુંગરથી પરત આજ રૂટ ઉપર દોડાવવાનો નિર્ણય વલસાડ એસ.ટી. વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. ૩૩ સીટ ધરાવતી આ પર્યટન બસો નવી નક્કોર છે.
મુસાફરોના પ્રવાસન પ્રત્યેના લગાવ અને નિગમને ઓનલાઈન/ઓફલાઇન મળેલા સૂચનો ધ્યાને લેતા આગામી તા.૩૦ જુલાઈ ૨૦૨૩થી આ બસો વલસાડ થી મોટી કોરવડ – સુલીયા ડુંગર અને ત્યાંથી પરત વલસાડના રૂટ ઉપર ચાલશે જે બસમાં ઓનલાઈન બુકિંગ માટે નિગમની વેબ સાઇટ- www.gsrtc.in ઉપર સીધુ વલસાડથી સુલીયા ડુંગરનું બુકિંગ કરી શકાશે. જેમાં પીપરોળ (વેલીવ્યું), વિલ્સન હીલ, શંકરધોધ અને સુલીયા ડુંગર ખાતેના તમામ સ્થળોએ મહત્તમ 30 મીનિટનો હોલ્ટ કરશે જેથી પ્રવાસીઓને એક જ ટ્રીપમાં દરેક સ્થળોનો રોમાંચ માણવા મળી શકશે.

Related posts

શિક્ષણની ગુણવત્તા અને પરિણામમાં વૃદ્ધિ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ અત્‍યંત આવશ્‍યકઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને પંચાયતીરાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતના નેતૃત્‍વમાં સંઘપ્રદેશમાં ‘સ્‍વચ્‍છતા દિવસ’ની ઐતિહાસિક બનેલી ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા પ્રશાસન દ્વારા છઠ્ઠ પૂજા માટે ત્રણ સ્‍થળો નક્કી કરાયા

vartmanpravah

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

પ્રમુખ દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

પૂર્વોત્તર ભારતના નાગાલેન્‍ડ અને ત્રિપુરા રાજ્‍યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો થયેલો ભવ્‍ય વિજય

vartmanpravah

Leave a Comment