October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

વલસાડ તાલુકાના સરપંચોએ બાંયો ચઢાવીઃ હાઈવેની મરામત ત્‍વરીત પુરી કરો નહીં તો ચક્કાજામ

વાઘલધરાથી ભિલાડ સુધીના જિલ્લાના હાઈવેએ ચારના ભોગ લીધા છે, વાહનો રોજ પલટી મારી જાય છે : સરપંચ સંઘ

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: સતત સાત દિવસ વરસેલા અતિ વરસાદે નેશનલ હાઈવેની ભયંકર ખાના ખરાબી સર્જી છે. વલસાડ જિલ્લામાં વાઘલધરાથી ભિલાડ સુધી હાઈવે પસાર થાય છે. આ હાઈવે ઉપર વરસાદમાં હજારો જગ્‍યાએ વિકરાળ ખાડા પડી ચૂક્‍યા છે. જેને લઈ વિતેલા એક સપ્તાહમાં ખાડાઓએ ચાર નિર્દોષના જીવ લીધા છે. હાઈવે ઓથોરીટીની બેદરકારી સામે આજે સોમવારે વલસાડ તાલુકા વિસ્‍તારના 45 જેટલા ગામોના સરપંચોએ બાંયો ચઢાવી હતી. વલસાડ કલેક્‍ટર કચેરીએ એકત્ર થઈ સરપંચોએ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી કે દિન પાંચમાં હાઈવે મરામત નહી થાય તો ચક્કાજામ કરી દઈશું તેવી ચિમકી પણ ઉચ્‍ચારી હતી.
વલસાડ જિલ્લામાં ગત સપ્તાહે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી હતી તેમાં નેશનલ હાઈવેએ પણ જવાબ આપી દીધો હતો. ભિલાડથી લઈ વાઘલધરા સુધી હજારો ખાડા પડી ચૂક્‍યા છે. જેને લઈ વલસાડ ડુંગરીનો એક આખો પરિવાર હાઈવેના ખાડામાં બાઈક પલટી મારી જતા અકસ્‍માતમાં નંદવાઈ ગયો હતો. વાપીમાં રાજપૂત કર્ણી સેના દમણના પ્રમુખનીગાડી પલટી જતા તેમનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યુ હતું. હાઈવે ઓથોરીટીની બેદરકારી અને હાઈવે મરામતના અભાવ સામે સમગ્ર જિલ્લામાં રોષ પ્રવર્તી રહ્યો છે. વલસાડ વિસ્‍તારના 45 ગામોના સરપંચોએ હાઈવે સમારકામ માટે માંગ બુલંદ કરી દિન પાંચમાં હાઈવે રીપેરીંગ નહી થાય તો ચક્કાજામ કરીશુ તેવી આવેદનપત્ર સાથે ચીમકી ઉચ્‍ચારી હતી.

Related posts

સેલવાસઃ પારદર્શક, ન્‍યાયી અને ભયમુક્‍ત ચૂંટણી યોજવાની કવાયતઃ સુરક્ષાકર્મીની ફલેગ માર્ચ સાક્ષી

vartmanpravah

નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષઃ સંઘપ્રદેશમાં નવી શિક્ષણ નીતિની સફળતાના સંદર્ભમાં યોજાયો વાર્તાલાપ

vartmanpravah

ટુકવાડાનું અવધ ઉથોપીયા એટલે નામ બડે ઓર દર્શન ખોટે: ક્‍લબના મેનેજર નીરજ પટેલે સંકેત મહેતા વિરુદ્ધ નોંધાવી રૂા.40 લાખની છેતરપિંડીની ફરિયાદ

vartmanpravah

મોટી દમણ શાકભાજી માર્કેટમાં ભરાયેલા ઘૂંટણસમાણા પાણીઃ વિક્રેતાઓને પડી રહેલી હાલાકી

vartmanpravah

અમદાવાદના નિકોલ ખાતે અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મહિલા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપી સ્‍ટેશને માથા ફરેલ બેખોફ રીક્ષા ચાલકે મહિલાને બિભત્‍સ ભાષા બોલી શરમજનક વર્તન કર્યું: રીક્ષા ચાલક હવાલાતમાં

vartmanpravah

Leave a Comment