Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સંજાણ રેલવે ઓવરબ્રિજમાં ગાબડું એક મુસીબતમાં આકાર પામી રહેલી નવી વિકટ સમસ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.18: 
સંજાણ રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડવાની ઘટનાની નોંધ ઉચ્‍ચ વિભાગ સુધી લેવામાં આવી રહી છે અને એની ચર્ચા ઉમરગામ તાલુકા સહિત પશ્ચિમ રેલવે વિભાગમાં કેન્‍દ્રસ્‍થાને છે. સુરક્ષાને ધ્‍યાનમાં રાખી સલામતીના ભાગરૂપે રેલવે ઓવર બ્રિજ ઉપરની અવરજવર બંધ કરી દેવામાં આવી છે અને ટેકનિકલ વિભાગ દ્વારા તપાસની કામગીરી ચાલુ છે. આવનારા રિપોર્ટ ઉપર તમામની નજર રહેશે એમાં બે મતનથી.

હવે રેલ્‍વે ઓવરબ્રિજ અવરજવર માટે બંધ છે અને ચોમાસાનો પ્રારંભ થઈ ચૂકયો છે ત્‍યારે યોગ્‍ય વિકલ્‍પ ના ઉભો કરવામાં આવે તો પૂર્વ અને પશ્ચિમ વિભાગ સંપર્ક વિહોણા બનવાની પૂરેપૂરી શકયતા દેખાઈ રહી છે. તાજેતરમાં રોડની જમીની વાસ્‍તવિકતા કે અભ્‍યાસ કર્યા વગર ડાયવર્ઝનની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ડફોળ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરવા માટે કાપલી બનાવે એવા ફર ફરિયા કાગળ ઉપર લખાણ લખી જેના ઉપર ચૂંટાયેલા અને સરકારનું પ્રતિનિધિત્‍વ કરતા પ્રતિનિધિઓ સહી કરીને પ્રજાને મૂર્ખ બનાવવાનું અને ભારે અરાજકતા ફેલાવવાનું તખ્‍તો તૈયાર કરી રહ્યા હોવાનું હાલ પૂરતું દેખાઈ રહ્યું છે. રેલવે ઓવર બ્રિજના ઠેકેદાર શ્રી મંગલમ બીલ્‍ડકોન ઇન્‍ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની આ અગાઉ કામમાં દાખવેલી બેદરકારીના કારણે વગોવાયેલી હતી અને એની જાણકારી સાંસદ અને ધારાસભ્‍ય પાસે ના હોય એવું માનવામાં આવતું નથી. ત્‍યારે રેલવે ઓવરબ્રિજના નિર્માણના કામગીરીમાં ધ્‍યાન ન આપવાની ફરજ ચુક કરી હોવાનું સામે આવી રહ્યું છે.હાલમાં રેલવેને સમાંતર બુનાટપાડા થઈ મહારાષ્‍ટ્ર સરહદને અથવા ઉધવા અને આમ ગામ રોડ ને જોડતો ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ રોડ પસારથવાનો છે એ જગ્‍યા ઉપર કેટલાક સ્‍થળે ગળાડૂબ પાણી ભરાવાની સમસ્‍યા તેમજ એક કિલો મીટર સુધીના અંતરમાં વળાંક વાળો તેમજ મહામુસીબતે માત્ર એક ગાડી પસાર થઈ શકે એટલો સાંકડો અને નદીના પાણીના વહેણ સાથે લાગુ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પરિસ્‍થિતિ હોય તો ચોમાસા દરમિયાન વાહનોની અવરજવર બંધ થવાની પૂરેપૂરી શકયતા છે. ઉમરગામ જીઆઇડીસી, રેલવે સ્‍ટેશન, શાળાઓ પશ્ચિમ ભાગમાં આવી છે અને પૂર્વ ભાગમાંથી કામદારો, કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્‍યામાં વાહનો દ્વારા અવરજવર કરતા હોય છે. જેથી આ માર્ગ વાહનોથી ભરચક રહેશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને જો એમાં વાહનો ખોટકાય તો અવરજવર બંધ થવાની શકયતા નકારતી નથી તેવા સમયે બીજો વિકલ્‍પ પણ તૈયાર રાખવો જોઈએ. જેથી ડાયવર્ઝનની કામગીરી ચાલુ કરવા પહેલા સંબોધિત વિભાગો દ્વારા અભ્‍યાસ કર્યા બાદ અભિપ્રાય મેળવી ચાલુ કરવો જોઈતો હતો એની નોંધ જિલ્લા કલેકટર દ્વારા લેવામાં આવી જોઈએ.

અગાઉ ચોમાસા દરમિયાન ડાયવર્ઝન માર્ગની જમીન પાણીના ડુબાણમાં હોવાનું દ્રશ્યમાન થાય છે

Related posts

વાપી ગુંજન ઉપાસના સ્‍કૂલમાં ત્રિદિવસીય યોગ શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દમણ ન.પા.ના નવનિયુક્‍ત પ્રમુખ અને ઉપ પ્રમુખે લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ઓરવાડ હાઈવે ઉપરથી સેન્‍ટીંગ પતરાની આડમાં ટેમ્‍પામાં ભરેલ દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ, શહેરોમાંથી લુપ્ત થઈ રહેલી ચકલીની પ્રજાતિને બચાવવા આવો સંકલ્‍પ લઈએ

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામ ઍ સંઘના સ્વયંસેવકોઍ કરેલો સંગ્રામ છે અને તત્કાલિન અધિકારીઅોઍ તે માટે શક્ય તેટલી મદદ કરેલી છે

vartmanpravah

દમણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી

vartmanpravah

Leave a Comment