Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપ નહીં મળતાં પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

વર્ષ 2020-‘21 થી અત્‍યાર સુધી સ્‍કોલરશીપ નહીં મળી હોવાની કેફિયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.16: દાદરા નગર હવેલીના સરકારી અને ખાનગી કોલેજમાં ભણતા એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને વર્ષ 2020 અને 2021ની પોસ્‍ટ મેટ્રિક સ્‍કોલરશીપ નહીં મળતા સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈને રજૂઆત કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના જણાવ્‍યા અનુસાર સરકારી અને ખાનગી કોલેજમાં ભણતા એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓને વર્ષ 2020 – ‘21થી લઈ અત્‍યાર સુધીની સ્‍કોલરશીપ મળેલ નથી, જે સંદર્ભે અમોએ વારંવાર શિક્ષણ વિભાગના અધિકારીઓને મળી રજૂઆત કરી હતી પરંતુ તેઓ દ્વારા થોડા દિવસોમા મળી જશે એવા જ વાયદા કરતા રહે છે. અમે સામાન્‍ય પરિવારના લોકો છીએ અમારા માતા-પિતા કોલેજની ફી ભરવા સક્ષમ નથી, એક-બે વર્ષની જેમ તેમ કરી અમારી ફી ભરી અમારુ શિક્ષણ નહીં બગડે એના માટે અમારી ફી ભરી છે, સરકાર દ્વારા સ્‍કોલરશીપ મળે છે એવી આશાએ અમારા ભવિષ્‍યનું ભણતર ભણવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો અમને સ્‍કોલરશીપ નહીં મળશે તો અમને અભ્‍યાસ માટેની જરૂરી સાધન-સામગ્રી ખરીદવામાંમુશ્‍કેલી થવા સંભાવના છે. આ સંદર્ભે અમે પ્રશાસકશ્રીને જલ્‍દી સ્‍કોલરશીપ મળે એવી રજૂઆત કરી છે.

Related posts

પારડી મચ્‍છી માર્કેટ નજીક મહિલાના ગળામાંથી બે લાખનું મગળસૂત્ર આંચકી બેગઠીયા ફરાર, સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ

vartmanpravah

વાપીમાં મોતના બે બનાવ : અજાણી મહિલાનું ટ્રેન અડફેટમાં મોત : ચલા ફલેટમાંથી વૃધ્‍ધ મૃત હાલતમાં મળ્‍યા

vartmanpravah

વાપી ભડકમોરામાં એટીએમમાં બેલેન્‍સ તપાસવા ગયેલી મહિલાના ખાતામાંથી અચાનક 40 હજાર ઉપડી ગયા

vartmanpravah

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડમાં ફોરેસ્‍ટ વિભાગ ઊંઘતો ઝડપાયો: સેગવામાં ફોરેસ્‍ટની જગ્‍યામાંથી ખેરના ઝાડ કપાયા

vartmanpravah

Leave a Comment