December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

વલસાડ તાલુકાના સરપંચોએ બાંયો ચઢાવીઃ હાઈવેની મરામત ત્‍વરીત પુરી કરો નહીં તો ચક્કાજામ

વાઘલધરાથી ભિલાડ સુધીના જિલ્લાના હાઈવેએ ચારના ભોગ લીધા છે, વાહનો રોજ પલટી મારી જાય છે : સરપંચ સંઘ

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: સતત સાત દિવસ વરસેલા અતિ વરસાદે નેશનલ હાઈવેની ભયંકર ખાના ખરાબી સર્જી છે. વલસાડ જિલ્લામાં વાઘલધરાથી ભિલાડ સુધી હાઈવે પસાર થાય છે. આ હાઈવે ઉપર વરસાદમાં હજારો જગ્‍યાએ વિકરાળ ખાડા પડી ચૂક્‍યા છે. જેને લઈ વિતેલા એક સપ્તાહમાં ખાડાઓએ ચાર નિર્દોષના જીવ લીધા છે. હાઈવે ઓથોરીટીની બેદરકારી સામે આજે સોમવારે વલસાડ તાલુકા વિસ્‍તારના 45 જેટલા ગામોના સરપંચોએ બાંયો ચઢાવી હતી. વલસાડ કલેક્‍ટર કચેરીએ એકત્ર થઈ સરપંચોએ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી કે દિન પાંચમાં હાઈવે મરામત નહી થાય તો ચક્કાજામ કરી દઈશું તેવી ચિમકી પણ ઉચ્‍ચારી હતી.
વલસાડ જિલ્લામાં ગત સપ્તાહે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી હતી તેમાં નેશનલ હાઈવેએ પણ જવાબ આપી દીધો હતો. ભિલાડથી લઈ વાઘલધરા સુધી હજારો ખાડા પડી ચૂક્‍યા છે. જેને લઈ વલસાડ ડુંગરીનો એક આખો પરિવાર હાઈવેના ખાડામાં બાઈક પલટી મારી જતા અકસ્‍માતમાં નંદવાઈ ગયો હતો. વાપીમાં રાજપૂત કર્ણી સેના દમણના પ્રમુખનીગાડી પલટી જતા તેમનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યુ હતું. હાઈવે ઓથોરીટીની બેદરકારી અને હાઈવે મરામતના અભાવ સામે સમગ્ર જિલ્લામાં રોષ પ્રવર્તી રહ્યો છે. વલસાડ વિસ્‍તારના 45 ગામોના સરપંચોએ હાઈવે સમારકામ માટે માંગ બુલંદ કરી દિન પાંચમાં હાઈવે રીપેરીંગ નહી થાય તો ચક્કાજામ કરીશુ તેવી આવેદનપત્ર સાથે ચીમકી ઉચ્‍ચારી હતી.

Related posts

અંબાચમાં કોલક નદીના પટમાં ચાલતી ક્‍વોરીની પરવાનગી રદ્દ કરવા માટે આદિવાસી અગ્રણીઓએ પારડીમાં રેલી કાઢી

vartmanpravah

પાલઘરના બોરડી ખાતે નુમા ઈન્‍ડિયાએ નેશનલ ટ્રેનિંગ કેમ્‍પનું કરેલું સફળ આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં ઝળકેલી સુષુપ્ત પ્રતિભાઓ

vartmanpravah

સરીગામ જીઆઇડીસીની માળખાકીય સુવિધામાં થનારો અદ્યતન સુધારોઃ અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇન બાદ સીઈટીપીની દરિયા સુધી પાઈપલાઈન નાખવા મળનારી 70 ટકા સહાય

vartmanpravah

સેલવાસમાં એટીએમમાં કાર્ડ ફસાઈ ગયા બાદ ખાતામાંથી પૈસા ઉપડી જતા પોલીસ ફરિયાદ

vartmanpravah

આરસીએમે ઉમરગામ પાલિકાની કરેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment