August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડયો છે. સેલવાસમાં 90.6 એમએમ ત્રણ ઇંચથી વધુ વરસાદ પડયો છે. સિઝનનો કુલ વરસાદ 1919.2 એમએમ 76.76 ઇંચ વરસાદ નોંધાયો છે. ખાનવેલ વિસ્‍તારમાં 37.4 એમએમ એટલે કે એક ઇંચથી વધુ અને સિઝનનો કુલ વરસાદ 1674.3 એમએમ એટલે કે, 66.96 ઇંચ થયો છે. મધુબન ડેમનું લેવલ 70.30 મીટર ડેમમાં પાણીની આવક 37020ક્‍યુસેક અને પાણીની જાવક 48974 ક્‍યુસેક છે. સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદી પરનો પુલ બંધ રહેવાને કારણે એક જ પુલ પરથી વાહન પસાર થતાં બન્ને તરફ એક કિલોમીટરથી વધુ લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોની માંગણી છે કે જે સમયે મધુબન ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે તે સમયે જ પુલ બંધ રાખવો જોઈએ જેથી આવી ટ્રાફિક જામની સમસ્‍યા નહીં રહે યાત્રી નિવાસ નજીકનો જે નવો બ્રિજ બની રહ્યો છે એનું પણ કામ મંથરગતિએ ચાલી રહ્યું હોવાથી જનતા તોબા પોકારી રહી છે જેથી આ કામ જલ્‍દીથી પૂર્ણ કરવામાં આવે એ જરૂરી છે.

Related posts

બલીઠા ચેકપોસ્‍ટ પાસેથી વેફર-ચીપ્‍સ બોક્ષની આડમાં રૂા.ર.રપ લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

રાજ્‍ય સરકાર દ્વારા ઉમરગામના ધોડીપાડામાં આજથી બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણી કરાશે

vartmanpravah

ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ: 4 ઓગસ્‍ટે ડોંબિવલીકર ફ્રેન્‍ડશીપ મેરેથોન સાથે હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકાએ 300મી હાફ મેરેથોન પૂર્ણ કરી

vartmanpravah

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

vartmanpravah

દાદરામાં ગ્રોઅર એન્‍ડ વીલ ઇન્‍ડીયા લી. દ્વારા આરોગ્‍ય તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment