December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ કોસ્‍ટગાર્ડ દ્વારા વેસ્‍ટર્ન રિજીયન માટે બે દિવસીય યોજાયેલી વાર્ષિક તરણ સ્‍પર્ધા

ટૂર્નામેન્‍ટમાં દમણ કોસ્‍ટગાર્ડ પ્રથમ, દ્વિતીય સ્‍થાને મુંબઈ અને તૃતિય સ્‍થાને ગોવાને મળેલી તક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: ઈન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન દમણ દ્વારા તા.19 અને 20 જુલાઈના રોજ વેસ્‍ટર્ન રિજીનના ગુજરાત, દમણ અને દીવ, મહારાષ્‍ટ્ર, ગોવા અને કેરલા માટે વાર્ષિક તરણો ચેમ્‍પિયનશીપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વિવિધ યુનિટ અને હેડ ક્‍વાટર્સથી કુલ 71 સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો.
ચેમ્‍પિયનશીપમાં 6 ટીમોની બે શ્રેણી અને 9 ઈવેન્‍ટ વિવિધ લેન્‍થ અને સ્‍ટ્રોકના રાખવામાં આવ્‍યા હતા. 3 વર્ષના અવકાશ બાદ યોજાયેલી આ સ્‍પર્ધાનો મુખ્‍ય હેતુ નૌસૈનિકોની શારીરિક સુસજ્જતા અને મજબૂત સ્‍પીરીટ વધારવાનો રહ્યો હતો.
આ સ્‍પર્ધામાં દમણ કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન પ્રથમ સ્‍થાને અને દ્વિતીય સ્‍થાને મુંબઈ તથા તૃતિય સ્‍થાને ગોવા રહ્યું હતું.
પસંદ થયેલા સ્‍પર્ધકોને કોસ્‍ટગાર્ડ ઈન્‍ટર રિજીયન સ્‍વીમીંગ ચેમ્‍પિયનશીપ ઓગસ્‍ટ-2022માં ભાગ લેવાનો સુવર્ણ અવસર મળશે.

Related posts

વલસાડ સ્‍ટેશન ગુજરાત કવીન ટ્રેનમાં યુવતિ આપઘાત પ્રકરણમાં સંસ્‍થાના સંચાલકો ઉપર ગુનો નોંધાયો

vartmanpravah

વલસાડ વિસ્‍તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા પુર જેવી સ્‍થિતિ સર્જાઈ

vartmanpravah

કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ યોજાઈ : પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલની વરણી

vartmanpravah

રોટરી ક્‍લબ ભરૂચ દ્વારા દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે કોર્પોરેટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

સોનવાડામાં ગણપતિ મંડપમાં જુગાર રમતાપાંચ ઝડપાયા-બે ફરાર

vartmanpravah

વલસાડમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં હાથ પકડી: યુવતીના ભાઈ-માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી

vartmanpravah

Leave a Comment