December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વાપી અને ધરમપુર તાલુકામાં સરપંચો અને તલાટીઓની તાલીમ યોજાઈ

સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ, લિક્‍વિટ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અને પ્‍લાસ્‍ટીક વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિશે માર્ગદર્શન અપાયુ

બંને તાલુકાના કુલ 123 સરપંચો અને તલાટીઓને માસ્‍ટર્સ ટ્રેનર્સ દ્વારા તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડ જિલ્લામાં ‘‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા, સંસ્‍કાર સ્‍વચ્‍છતા” થીમ હેઠળ ચાલી રહેલા ‘‘સ્‍વચ્‍છતા હી સેવા (લ્‍ણ્‍લ્‍)” કેમ્‍પેઈન અંતર્ગત ગામડાઓ સ્‍વચ્‍છ અને સુંદર બને તે માટે વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો હોવાથી તા.26 સપ્‍ટેમ્‍બરના રોજ સ્‍ટેટ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ રૂરલ ડેવલપમેન્‍ટ (લ્‍ત્‍ય્‍ઝ) અમદાવાદ અને વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ધરમપુર અને વાપી તાલુકાના સરપંચો અને તલાટીઓને તાલીમ આપવામાં આવી હતી.
ગામડાને સ્‍વચ્‍છ રાખવાની જવાબદારી ગામના સરપંચ અને તલાટીના શિરે વિશેષ હોવાથી તેઓમાં જાગૃતિકેળવાય અને ગામમાં પધ્‍ધતિસર કચરાનો નિકાલ થાય તે માટે રાજ્‍ય સરકાર દ્વારા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ છે. ગુરૂવારના રોજ ધરમપુર તાલુકા પંચાયત કચેરી અને વાપી તાલુકા પંચાયત કચેરીના હોલમાં બંને તાલુકાના કુલ 123 સરપંચ અને તલાટીઓને સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિશે વિસ્‍તૃત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. જેમાં કમ્‍પોઝ પીટ, સેગ્રીગેશન શેડ, ડોર ટુ ડોર કલેકશન અને વ્‍હીકલ રૂટ વિશે માહિતી અપાઈ હતી. લીકવીટ વેસ્‍ટ મેનેજમેન્‍ટમાં ગામના ગંદા પાણીના નિકાલ માટે શોક પીટ અને મચ્‍છરજન્‍ય રોગો ન ફેલાય તે માટે સમજ આપવામાં આવી હતી. આ સિવાય દરેક તાલુકા દીઠ એક પ્‍લાસ્‍ટીક વેસ્‍ટ મેનેજમેન્‍ટ યુનિટ બનાવવા અને તેની કામગીરી કેવી રીતે કરવી તે અંગે માસ્‍ટર્સ ટ્રેનર્સ દ્વારા તમામ સરપંચો અને તલાટીઓને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
આ સિવાય ધરમપુર તાલુકાના બારોલીયા ગામમાં વૃક્ષારોપણ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. કપરાડા તાલુકાનાં જામગભાણ ગામમાં લોક ભાગીદારીથી સાફ-સફાઈ કરવામાં આવી હતી તેમજ શાળામાં રેલી, સ્‍વચ્‍છતા શપથ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. પારડી તાલુકાના ટુકવાડા અને પંચલાઇ ગામમાં વૃક્ષારોપણ કરાયું હતું. ઉમરગામ તાલુકાના વંકાસ ગામમાં વૃક્ષારોપણ જ્‍યારેવલસાડ તાલુકાના નનકવાડા ગામમાં લોક ભાગીદારીથી સાફ-સફાઈ, સ્‍વચ્‍છતા અંગે સમજણ, સ્‍વચ્‍છતા શપથ અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. વાપી તાલુકાના ચીભડ કચ્‍છ ગામમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં સી.એન.જી. પમ્‍પ હડતાળને લઈ હજારો રીક્ષા ચાલકો અટવાઈ પડયા

vartmanpravah

દાદરાથી યુવાન ગુમ થયો હોવા અંગે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલી ફરિયાદ

vartmanpravah

સરકારી માધ્‍યમિક શાળા માંદોનીમાં એનએસએસ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ કરેલું વૃક્ષારોપણ

vartmanpravah

ઓનલાઈન નોકરી આપવાના બહાને છેતરપીંડી કરનાર બે આરોપી ઝડપાયા

vartmanpravah

બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું વલસાડ જિલ્લામાં ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

Leave a Comment