September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ નરોલી પંચાયત દ્વારા ગૌશાળા માટે જગ્‍યા ફાળવવા જિ.પં.ના સીઈઓ સમક્ષ માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: છેલ્લા ઘણાં વર્ષોથી જાહેર રસ્‍તાઓ, બાગ-બગીચા, જાહેર સ્‍થળોએ પાલતુ પશુઓનો અડીંગો જોવા મળતો હોય છે. કેટલાય પશુઓ રસ્‍તા, હાઈવેની વચ્‍ચોવચ્‍ચ બેસી રહે છે કે ઉભા રહેતા હોય છે. ઘણાં ગાય, બળદ, વાછરડાં આખો દિવસ જાહેરમાં આમતેમ રખડતા હોય છે અને રાત્રિના સમયે જાહેર રસ્‍તાઓ ઉપર, ઘરો-દુકાનોના ઓટલા ઉપર અડીંગો જમાવતા હોય છે. જાહેર રસ્‍તાઓ ઉપર અડીંગો જમાવી બેસતા પશુઓને કારણે ઘણી વખત ગમખ્‍વાર અકસ્‍માતો પણ સર્જાયા છે અને સર્જાતા રહે છે. તેથી દાદરા નગર હવેલીના નરોલી ગ્રામ પંચાયત દ્વારા રખડતા પશુઓ માટે નરોલી અને ખરડપાડા પંચાયતને જોડાઈને આવેલ જગ્‍યામાં આધુનિક ગૌશાળાનું નિર્માણ કરવા જિલ્લા પંચાયત સીઈઓને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્‍યા અનુસાર નરોલીપંચાયત અને ખરડપાડા પંચાયતને જોડાઈને આવેલ સર્વે નંબર 377વાળી જમીન આવેલ છે જે જમીન ઉપર આધુનિક યુગની ગૌશાળાનું નિર્માણ કરવામાં આવે એવી માંગ કરી છે. નરોલી અને ખરડપાડા પંચાયત વિસ્‍તારમાં હાલમાં પણ અનેક ઘર વગરની ગાયો ફરતી હોય છે. જે ગાયોને સ્‍થાયી કરવા માટે ગૌશાળાનું નિર્માણ કરવું જરૂરી છે. આ રખડતી ગાયોના કારણે ઘણી વખતે અકસ્‍માતોની ઘટનાઓ પણ બનતી રહે છે અને કેટલાય લોકોના મોત પણ થયા છે. તથા વાહનો સાથે અથડાવાના કારણે ગાયોના પણ મોત થાય છે. જેથી આમતેમ રખડતી ગાયો, બળદ, વાછરડા, ભેંસ, પાડા વગેરેને સ્‍થાયી કરવા માટે નરોલી પંચાયત અને ખરડપાડા પંચાયત નાણાંકીય રીતે સક્ષમ હોય નવી ગૌશાળાના નિર્માણની જવાબદારી આપવામાં આવે એવી બન્ને પંચાયતો દ્વારા પ્રબળ માંગણી કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, ગત મંગળવારે રાત્રિ 12.40 કલાકે સેલવાસથી વાપી તરફ જઈ રહેલ કારને દાદરા મેઈન રોડ ઉપર બેસેલ ગાયોના ટોળા સાથે અકસ્‍માત સર્જાયો હતો જેમાં એક ગાયનું કરૂણ મોત થયું હતું અને કારચાલકને પણ ભારે નુકસાન થયું હતું.

Related posts

દીવના કેવડી મુકામે સરકારી કોલજમાં મોદી@20 પુસ્‍તકને લઈ સેમિનાર યોજાયો

vartmanpravah

વિદેશ જનારા નાગરિકોને કોવિડ – ૧૯ ૨સીનો બુસ્‍ટર ડોઝ મળી શકશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં 50 ટકાથી ઓછુ મતદાન થયું હોય તેવા વિસ્‍તારમાં ચુનાવી પાઠશાળા યોજાઈ

vartmanpravah

વાપીમાં સોશિયલ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને બાઉલનું વિતરણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કુષ્‍ઠ રોગ (રક્‍તપિત્ત) નાબૂદી જાગૃતિ અભિયાનનું કરાયેલું સમાપન: વર્ષ 2015ના મુકાબલે 80 ટકા રોગીઓમાં ઘટાડો થયો હોવાનું અનુમાન

vartmanpravah

Leave a Comment