July 22, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

નરોલી ગામના યુવાનની હત્‍યાના બે આરોપીની કરાઈ ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીના નરોલી ગામે મંગળવારના રોજ બ્રાહ્મણ ફળિયા એકયુવાનની રહસ્‍યમય સંજોગોમાં હત્‍યા કરવામાં આવી હતી. હત્‍યાના કેસમાં પોલીસે આઈપીસી 302 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાકેશ અરવિંદ હળપતિ (ઉ.વ.30) રહેવાસી દાદરા જે નરોલી એના સાસરે આવ્‍યો હતો. ત્‍યારબાદ એની માસીનું ઘર પણ નજીક જ હોય ત્‍યાં રાત્રી દરમ્‍યાન રોકાયો હતો. મંગળવારના રોજ સવારે કોઈ અજાણ્‍યા વ્‍યક્‍તિઓ દ્વારા એની નિર્મમ હત્‍યા કરી ઘર નજીક શેડમાં નાંખી ગયા હતા. આ ઘટનાની ગંભીરતા જોતા એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન એમની ટીમ સાથે ઘટના સ્‍થળની મુલાકાત લઈ અને તરત જ એસએચઓ શ્રી અનિલ ટી.કે અને નરોલી આઉટપોસ્‍ટના પીએસઆઈ શ્રી સુરજ રાઉતને તપાસ સોંપવામાં આવી હતી. ગુનાની સ્‍થળ તપાસ અને સાક્ષીઓની પુછપરછ બાદ ટીમે એક આરોપીની અટક કરી હતી. બાદમાં એણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. આ ઘટનામાં બે આરોપી સુરેશ રમન હળપતિ (ઉ.વ.44) રહેવાસી બ્રાહ્મણ ફળીયા નરોલી અને રવિન્‍દ્રભાઈ બલભાઈ હળપતિ (ઉ.વ.32) આ બન્ને આરોપીઓની ધરપકડ કરવામા આવી છે, સાથે ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલ કુહાડી પણ જપ્ત કરવામાં આવી છે.

Related posts

વાપી બારગામ કડવા પાટીદાર સમાજનો પરિવાર સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં એક્‍સાઇઝ વિભાગ દ્વારા ફક્‍ત વાહનોના ચાલકોની જ ધરપકડ કરાતી હોવાથી દાનહમાં દારૂના અસલી તસ્‍કરો/બુટલેગરોને પકડી કડક કાર્યવાહી કરવા પ્રદેશ શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

દાનહ: દપાડા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાન અંતર્ગત ડસ્‍ટબીન વિતરણ કરાઈ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના એંધાણઃ ભાજપ-શિવસેના અને કોંગ્રેસ વચ્‍ચે થનારૂં સમરાંગણ

vartmanpravah

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં આનંદ અને ઉત્‍સાહ સાથે કરાયેલી 62મા મુક્‍તિ દિનની ઉજવણી

vartmanpravah

વાપી નામધા ભવાની માતા મંદિરે અને ડુંગરા રામજી મંદિરમાં તસ્‍કરોનો હાથફેરો

vartmanpravah

Leave a Comment