April 26, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

લોકસભાની દાનહ બેઠકની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગના એંધાણઃ ભાજપ-શિવસેના અને કોંગ્રેસ વચ્‍ચે થનારૂં સમરાંગણ

 

આજે સત્તાવાર રીતે સ્‍થિતિ સ્‍પષ્‍ટ બનશેઃ ભાજપ તરફથી મહેશ ગાવિત, શિવસેનાના કલાબેન ડેલકર અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશ ધોડીના નામની જાહેરાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
લોકસભાની દાદરા નગર હવેલી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને કોંગ્રેસ વચ્‍ચે ત્રિપાંખિયો જંગ જામવાનું નિヘતિ બન્‍યું છે. આજે ભાજપ તરફથી શિક્ષિત નવયુવાન અને દાનહના છેવાડેના જંગલ વિસ્‍તારના શ્રી મહેશ ગાવિતને ટિકિટ આપવામાં આવી છે. જ્‍યારે શિવસેનાએ શ્રીમતી કલાબેન ડેલકર ઉપર પોતાની મહોર મારી છે. કોંગ્રેસ તરફથી શ્રી મહેશ ધોડીના નામ ઉપર મત્તુ મરાવાનું હોવાનું જાણવા મળે છે.
આવતી કાલે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ હોવાથી તમામ ઉમેદવારો આવતી કાલે પોતાની દાવેદારી નોંધાવશે.
આજના નાટકિય ઘટનાક્રમમાં ભાજપ મોવડી મંડળે દાદરા નગર હવેલી લોકસભાની પેટા ચૂંટણી માટે વહેલી પરોઢે શ્રી મહેશ ગાવિતના નામની જાહેરાત કરતા સસ્‍પેન્‍શ ઉપરથી પડદો હટી ગયો હતો. ત્‍યારે સ્‍વ. સાંસદ શ્રી મોહનભાઈ ડેલકરના વિધવા શ્રીમતી કલાબેન ડેલકર, સુપુત્ર શ્રી અભિનવ ડેલકર તથાસમર્થકોએ મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે તથા સાંસદ શ્રી સંજય રાઉત સાથે મુલાકાત કરી શિવસેનાની ટિકીટ પાકી કરી હતી. જ્‍યારે કોંગ્રેસ તરફથી શ્રી મહેશ ધોડી કે જેઓ પણ આઈ.આર.બી.માં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી ચુક્‍યા છે.
દાદરા નગર હવેલી લોકસભાની બેઠક માટેની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામવાના સ્‍પષ્‍ટ એંધાણ વચ્‍ચે પ્રદેશના લોકોની દિવાળી પણ સુધરવાની હોવાનું દેખાય રહ્યું છે.

Related posts

આવતીકાલે મુખ્‍યમંત્રીનો વાપી પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર મોકુફ

vartmanpravah

કપરાડા સુથારપાડા નજીક મુસાફરો ભરેલી જીપ ખાબકતા અકસ્‍માત : 6 ઈજાગ્રસ્‍ત પૈકી 2 વધુ ગંભીર

vartmanpravah

નાની દમણ મશાલચોકથી ધોબીતળાવ જંક્‍શન સુધીનો રસ્‍તો વાહન વ્‍યવહાર તથા અવર-જવર માટે બંધ

vartmanpravah

નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરીયમમાં આજે દમણ અને સેલવાસની નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે લેમ્‍પ લાઈટીંગ અને ગ્રેજ્‍યુએશન સેરેમની યોજાશે

vartmanpravah

સમગ્ર શિક્ષા દાનહ દ્વારા દિવ્‍યાંગ વિદ્યાર્થીઓને ઉપકરણનું કરાયેલું વિતરણ

vartmanpravah

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah

Leave a Comment