October 21, 2024
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગેરકાયદેસર દારૂની હેરાફેરીમાં એક્‍સાઇઝ વિભાગ દ્વારા ફક્‍ત વાહનોના ચાલકોની જ ધરપકડ કરાતી હોવાથી દાનહમાં દારૂના અસલી તસ્‍કરો/બુટલેગરોને પકડી કડક કાર્યવાહી કરવા પ્રદેશ શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને કરેલી લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: દાદરા નગર હવેલીમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનારા અસલી તસ્‍કર/બુટલેગરોને પકડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.
દાનહ શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટે એક્‍સાઇઝ કમિશ્નરને લેખિત રજૂઆતના પગલે એક્‍સાઈઝ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ પ્રેસનોટ મુજબ પ્રદેશમાં છેલ્લા 60 દિવસમાં ચલાવવામાં આવેલ ગેરકાયદેસર દારૂ તસ્‍કરી વિરુદ્ધ અભિયાન મુજબ 14 કેસો દાખલ કરવામાં આવેલ અને લાખો રૂપિયાનોદારૂનો જથ્‍થો જપ્ત કરવામાં આવેલ. પરંતુ આ અભિયાનમાં વાહન ચાલક ઉપર જ કાર્યવાહી થઈ રહી છે. પરંતુ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરનાર અસલી તસ્‍કર/બુટલેગરનો કોઈ જ ઉલ્લેખ નથી થતો જે એક ચર્ચાનો વિષય બન્‍યો છે.
દાનહ એક્‍સાઇઝ વિભાગની ટીમ ગુપ્ત જાણકારી મળતા તરત જ જગ્‍યા પર પહોંચી જાય છે અને ગેરકાયદેસર દારૂ તસ્‍કરીવાળા વાહનોને જપ્ત કરી ચાલક ઉપર કાર્યવાહી કરે છે. એ કરવું પણ જરૂરી છે, પરંતુ એની સાથે સાથે ગેરકાયદેસર દારૂની તસ્‍કરીના મૂળિયા સુધી પહોંચવા માટે જગ્‍યા પર પકડાનાર વ્‍યક્‍તિ/વાહન ચાલક પાસેથી અસલી તસ્‍કર/બુટલેગરની માહિતી હાથ લાગી શકે છે. એણે દારૂની ગાડી કોના કહેવા પર અને ક્‍યાંથી ભરી છે? એવા આસાન કામને અંજામ આપી શકાય છે. પરંતુ એવું નહીં થવાને કારણે શરાબ માફિયાઓ બેખૌફ થઈ ધંધો કરી રહ્યા છે.
એક્‍સાઈઝ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલ ગેરકાયદેસર દારૂની તસ્‍કરી અભિયાનમાં આગળ જ્‍યારે આ રીતે ગેરકાયદેસર દારૂનો જથ્‍થો પકડાય તો અસલી સૂત્રધારો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવા દાદરા નગર હવેલી શિવસેનાના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટ દ્વારા એક્‍સાઇઝ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.
હવે જોવું એ રહ્યું કે, શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી શ્વેતલ ભટ્ટની રજૂઆત બાદ એક્‍સાઈઝ વિભાગ કેવા પગલાં ભરેછે…?

Related posts

પારડી નગરપાલિકાના ચાર કર્મચારીઓને નોટિસ જ્‍યારે એક કર્મચારીને દસ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરતા ખળભળાટ

vartmanpravah

વાપીમાં બેંગ્‍લોર જ્‍વેલરી શોપમાંથી ચોરી કરેલા રૂા.18.59 લાખના દાગીના-રોકડા સાથે એક ઝડપાયો

vartmanpravah

પારડીના પંચલાઇ ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન

vartmanpravah

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લામાં લોકડાયરાના માધ્‍યમ થકી રાજ્‍ય સરકારની યોજનાઓનો પ્રચાર પ્રસાર

vartmanpravah

Leave a Comment