June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

ઉમરસાડી માંગેલાવડની પરણિતા બે બાળકો સાથે ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: પારડીના ઉમરસાડી માંગેલવાડમાં રહેતા શ્રી રવિશંકર શિવરામ માંગેલા વાપી ખાતે નોકરી કરી પત્‍ની સિધ્‍ધીકા તથા બે દિકરા આયુષ તથા પ્રણાલ સાથે રહી પોતાનું ગુજરાન ચલાવે છે, ગઈકાલે સવારે બંને દિકરા પારડી ખાતે આવેલ ફાધર એંજલ સ્‍કૂલમાં ગયા બાદ તેવો પણ નોકરી માટે વાપી જવા નીકળ્‍યા હતા.
ત્‍યારબાદ તેઓ કંપનીના કામે દમણ દુનેઠા આવ્‍યા બાદ કામ પતાવી કલસર પોતાનો ફલેટ જોવા આવ્‍યા હતા. આ દરમ્‍યાન તેમણે પત્‍ની સિધ્‍ધીકાને 9.0ઢ વાગ્‍યે ચાર થી પાંચ ફોન કરવા છતાં તેમણેફોન રિસીવ ન કરતા તેઓ ઘરે પહોંચતા પત્‍ની સિધ્‍ધીકા ઘરે ન હોય તેમણે આજુબાજુ વિસ્‍તારમાં સિધ્‍ધીકાની શોધખોળ હાથ ધરી હતી. સ્‍કૂલે જઈ તપાસ કરતાં પત્‍ની સિધ્‍ધીકા બન્ને બાળકોને પણ સ્‍કૂલે થી લઈ ગઈ હોવાનું માલુમ થતા સગા સંબંધીઓ તથા અન્‍ય જગ્‍યાએ પત્‍ની તથા બાળકો મળી ન આવતા પતિ રવિશંકરે પત્‍ની તથા બે બાળકો ગૂમ થવાની ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધાવી છે. ફરિયાદના આધારે પારડી પોલીસે શોધખોળ હાથ ધરી કોઈને આ પરિણીતા અને બાળકો વિશે માહિતી મળે તો પારડી પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

Related posts

દમણમાં પંચાયતી રાજના ઊંડા મૂળિયાં: 1987 સુધી ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓનો રહેલો દબદબો

vartmanpravah

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી 108 ની ટીમની પ્રસંશનિય કામગીરી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

vartmanpravah

એસબીપીપી કો-ઓપરેટિવ બેન્‍ક લિમિટેડની અઢી વર્ષના ચેરમેન, વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓએ ઉદ્યોગોને સબસીડી જારી કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરેલો આભાર પત્ર

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર અન્‍ય વાહનના બચાવવા જતા માટી ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ

vartmanpravah

Leave a Comment