Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બારગામ કડવા પાટીદાર સમાજનો પરિવાર સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

મોટીવેશન, સાંસ્‍કૃતિક કાર્યક્રમ સહિત ઉચ્‍ચ શૈક્ષણિક છાત્રોનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી, વલસાડ, ઉમરગામમાં વસતા મહેસામા-પાટણ જિલ્લાના બારગામ કડવા પાટીદાર સમાજનો 24મો સ્‍નેહમિલન સમારોહ રવિવારે વી.આઈ.એ. હોલમાં યોજાયો હતો.
વાપીમાં 40 વર્ષથી મહેસાણા-પાટણ જિલ્લાના બારગામ કડવા પાટીદાર સમાજના 500 જેટલા પરિવાર સ્‍થાયી થયેલા છે. આ પરિવારો દ્વારા સ્‍થાપિત સંચાલિત બારગામ કડવા પાટીદાર સમાજ દ્વારા પ્રતિ વર્ષે સ્‍નેહ મિલન સમારોહ યોજાય છે. રવિવારે વી.આઈ.એ. હોલમાં 24મો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના ભોજન, શૈક્ષણિક અને બેટી વધાવોના સ્‍પોન્‍સર સ્‍વ.કાન્‍તાબેન નારાયણભાઈ પટેલ(ચાણસ્‍મા) હતો. નિકુર એન્‍ટરપ્રાઈઝવાળા ભોજનદાતા કમલેશભાઈ નારાયણભાઈ પટેલ, રાજેન્‍દ્રભાઈ નારાયણભાઈ પટેલ તથા મુખ્‍ય શિક્ષણદાતા નિરેન પટેલ, કૃણાલ પટેલ તથા બેટી વધાવોના મુખ્‍ય દાતા ડો.બીનલ પટેલ, અંજલી પટેલ હતા. કાર્યક્રમમાં ચાણસ્‍મા ગૃપની બહેનોએસુંદર નૃત્‍ય ગરબા રજૂ કર્યા હતા. મોટીવેશન વક્‍તા તરીકે લાઈફ કોચ ખુશાળ પટેલ સેમજ મિમિક્રી સુરતી કનવરલાલ વેકરીયાએ હાસ્‍ય સભર સેવા આપી હતી. કાર્યક્રમના પ્રમુખ બારગામ સમાજના પ્રમુખ જગદીશભાઈ પટેલ (મમતા સ્‍ટીલ) હતા. ઉપ પ્રમુખ સુરેશભાઈ પટેલ કોર્પોરેટર, મંત્રી જગદીશભાઈ પટેલ, ખજાનચી રાકેશભાઈ પટેલ અને કારોબારીની ટીમે સરાહનીય જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. આગામી ટર્મ માટે નવી જાહેર થયેલ કારોબારીમાં પ્રમુખ તરીકે અનિલભાઈ પટેલ, ઉપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, મંત્રી રાકેશભાઈ પટેલ અને ખજાનચી તરીકે પંકજભાઈ પટેલના નામની જાહેરાત કરાઈ હતી. આગામી સન 2030 સુધીના કાર્યક્રમના સ્‍પોન્‍સર દાતાઓના નામની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શીરીનબેન પટેલે કર્યું હતું.

Related posts

સેલવાસમાં ત્રણ વર્ષની બાળકી સાથે છેડતી કેસના આરોપીના જિલ્લા કોર્ટે ત્રણ દિવસના મંજૂર કરેલા રિમાન્‍ડ

vartmanpravah

વલસાડની ચકચારી વૈશાલી બલસારા હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાએ પ્રસવ પીડા બાદ પૂત્રીનો જન્‍મ આપ્‍યો

vartmanpravah

ઉમરગામ પાલિકાએ પાંચ બિલ્‍ડીંગોને આપેલ બીયુપી અને એનએ અભિપ્રાય સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણ અભિયાનનો જુસ્‍સાભેર આરંભ

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા સ્‍વર કોકિલા ભારતરત્‍ન આદરણીય સ્‍વ.લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

વલસાડ તાલુકાના નાની સરોણ ખાતે કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને રાત્રિસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment