September 11, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી પાલિકા દ્વારા બજારમાં સરપ્રાઈઝ ચેકિંગ: 6 જેટલા વેપારીઓ 7પ થી ઓછી માઈક્રોનની થેલી આપતા ઝડપાયાઃ 3 હજાર જેટલો દંડ વસૂલ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: ભારત સરકારે પ્રદૂષણ અને કચરો ઘટાડવા તથા પર્યાવરણને થતું નુકસાન અટકાવવા 1 લી જુલાઈથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને 50થી ઓછી માઈક્રોનની પ્‍લાસ્‍ટિકની થેલી વેચવા તથા ગ્રાહકોને આપવા પર પ્રતિબંધ છે.
આમ છતાં પારડી નગર પાલિકા વિસ્‍તારમાં આવેલી કેટલીક દુકાનો તથા લારીવાળાઓ પોતાનો ધંધો સાચવવા ગ્રાહકોને પડેલ આદતને લઈ હલકી કક્ષાની પ્‍લાસ્‍ટિકની થેલીઓ ગ્રાહકોને આપી રહ્યા હતા.
આ અંગેની પ્રાપ્તમાહિતી અનુસાર પારડી પાલિકાના સેનેટરી ઈન્‍સ્‍પેકટર શ્રી ભાવેશભાઈ પટેલ, શ્રી ઉમેશભાઈ વિગેરેઓએ પારડી બજાર વિસ્‍તારમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. અચાનક ચેકિંગ હાથ ધરાતા લારી તથા દુકાનદારોમાં ફડફડાટ વ્‍યાપી ગયો હતો અને આ ચેકિંગ દરમ્‍યાન 6 જેટલા લારી તથા દુકાનદારો પાસેથી 75 થી ઓછી માઈક્રોનની થેલીઓ આપતા પકડાઈ જતા પાલિકા દ્વારા 3 હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્‍યો હતો. અગાઉના પ્રમુખ ફાલ્‍ગુનીબેન ભટ્ટના સમયગાળામાં પાલિકા સ્‍ટાફની સાથે તેઓ તથા અન્‍યો સભ્‍યો પણ આ ચેકિંગ ઝુંબેશમાં સાથે જોડતા બજારમાં આવી હલકી ગુણવત્તાની થેલી વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્‍યો હતો. હાલના પ્રમુખ તથા ચૂંટાયેલા સદસ્‍યો નગરના હિતમાં પાલિકા સ્‍ટાફને સાથ સહકાર આપી આ ઝુંબેશમાં જોડાય એ જરૂરી બન્‍યું છે.

Related posts

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને 2 જૂને અનામત બેઠકોનો ડ્રો થશે

vartmanpravah

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં વલસાડ એલસીબીએ પીછો કરતા દારૂ ભરેલ પીકઅપ રસ્‍તાની બાજુમાં ઉતરી ગઈ

vartmanpravah

સરીગામ પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ચીખલીના સમગ્ર જૈન સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

પારડી નગરપાલિકાના ચાર કર્મચારીઓને નોટિસ જ્‍યારે એક કર્મચારીને દસ દિવસ માટે સસ્‍પેન્‍ડ કરતા ખળભળાટ

vartmanpravah

Leave a Comment