December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમનું લોકાર્પણ

40 કિલો વોટની સોલાર સિસ્‍ટમથી રૂા.3.20 લાખનાવિજબીલની રાહત થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી જીઆઈડીસી સ્‍થિત સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમ લોકાર્પણ કરાઈ હતી.
સોલાર પેનલનું ઉદ્દઘાટન કરતા ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્‍યું હતું કે, આ સોલાર પેનલ 40 કિલો વોટની હોવાથી વાર્ષિક રૂા.3.20 લાખના વિજળી બીલની રાહત થશે. વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની પણ પહેલ હતી કે સોલાર સિસ્‍ટમ સેન્‍ટ્રલ એક્‍સલન્‍સમાં કાર્યરત થાય. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સૌર ઊર્જા ક્ષેત્રે આગળ વધી રહ્યું છે તે અંતર્ગત વાપીમાં પણ આ સિસ્‍ટમ કાર્યરત થઈ છે. સોલાર ઊર્જા અંગે મળતી સબસીડી બંધ કરાઈ છે તેવી પૃચ્‍છામાં તેમણે જણાવ્‍યું હતું કે, ટૂંકમાં પોલીસી આવી રહી છે જેની જાહેરાત કરવામાં આવશે. સૌરાષ્‍ટ્રનું દ્વારકા પણ સોલાર સંચાલિત તિર્થધામ બનશે. આ પ્રસંગે વિ.આઈ.એ. પ્રમુખ કમલેશ પટેલ, સતિષભાઈ પટેલ અને ટીમ વિ.આઈ.એ. ઉપસ્‍થિત રહી હતી.

Related posts

કપરાડા-નાનાપોંઢા નાસિક રોડ ઉપર ખાંડ ભરેલી ટ્રકમાં અચાનક ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના પ્રો.ડો.વિમુખ પટેલને કબીર કોહિનુર એવોર્ડ એનાયત

vartmanpravah

ચીખલીની સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલને શ્રેષ્ઠ હોસ્‍પિટલનો પુરસ્‍કાર આરોગ્‍ય વિભાગ દ્વારા એનાયત કરાયો

vartmanpravah

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

ધરમપુરની આવધા પ્રાથમિક શાળામાં સી.ડી.એસ. બીપીન રાવતને શાળા પરિવારે શ્રધ્‍ધાંજલી અર્પણ કરી

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા રખોલીમાં આંખની તપાસ શિબિર યોજાશે

vartmanpravah

Leave a Comment