સ્વરૂપસિંહ બોપાલસિંહ રાજપુરોહિત અને અન્ય વ્યક્તિએ ઈ.સ.1978માં સેલવાસમાં હોટલ માટે 0.03 હેક્ટર જમીન ભાડા પટ્ટે લીધી હતી જેનો કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી વર્ષ 2004માં લોજના માલિકોને જમીન ખાલી કરવાનો નિર્દેશ અપાયેલો છતાંપણ જમીન ખાલી કરી ન હતી અને ઉલટું લોજ સંચાલકોએ વિવિધ મંચો ઉપર અપીલ કરી હતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02 : દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરનાર કૈલાશ લોજ વિરુદ્ધહાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરવામાં હતી. તેના સંદર્ભમાં મુંબઈ હાઈકોર્ટ દ્વારા સેલવાસના કૈલાશ લોજને તેણે કબ્જાવેલી સરકારી જમીન ખાલી કરવાનો મહત્વનો આદેશ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ સ્વરૂપસિંહ બોપાલસિંહ રાજપુરોહિત અને અન્ય વ્યક્તિએ ઈ.સ.1978માં હોટલ માટે 0.03 હેક્ટર સેલવાસમા જગ્યા ભાડા પટ્ટા પર લીધી હતી જેનો કરાર પૂર્ણ થઈ ગયો હતો. ત્યારબાદ વર્ષ 2004માં લોજના માલિકોને જગ્યા ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવેલ છતાંપણ જગ્યા ખાલી કરી ન હતી અને લોજ ચલાવનાર માલિકોએ વિવિધ મંચો ઉપર અપીલ પણ કરી હતી. મુંબઈ હાઈકોર્ટે દાનહની સિવિલ કોર્ટને 5 જાન્યુઆરી સુધીમાં નિષ્કર્ષની પુષ્ટિ કરી કે અગર અરજદાર 10 ફેબ્રુઆરી સુધીમાં જમીન ખાલી નહીં કરે તો, એ જમીન ખાલી કરાવવા સ્વતંત્ર છે. હાઈકોર્ટની સુનાવણી દરમ્યાન જાણવા મળેલ કે સ્વરૂપસિંહ બોપાલસિંહ રાજપુરોહિત અને અન્ય વ્યક્તિએ અતિક્રમણને ખાલી કરતા રોકવા માટે કાનૂની મંચનો દુરૂપયોગ કર્યો હતો. તેથી મુંબઈ હાઈકોર્ટે 13 ફેબ્રુઆરી સુધીમાં અનુપાલન રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.