Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું શહેરીજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

પુરની ગંભીર પરિસ્થિતિના કારણસર મોકૂફ રાખેલ વંદે ગુજરાત વિકાસ યાત્રા ૨૭ જુલાઈ સુધી નવસારી જિલ્લાના ગામડાઓ અને નગરપાલિકાનો વિસ્તારમાં ભ્રમણ કરી યોજનાની જાણકારી આપશે

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા. 21: ૨૦ વર્ષનાં વિકાસની ઝાંખી કરાવતા વિકાસ યાત્રા રથનો પ્રારંભ ૫ જુલાઈ ૨૦૨૨ થી થયો હતો પરંતુ નવસારી જિલ્લામાં આવી પડેલ પુરની પરિસ્થિતિ કારણોસર રથની યાત્રા સ્થગિત કરી દેવામાં આવેલ હતી જે ફરી ૨૧ જુલાઈ થી ૨૭ જુલાઈ દરમિયાન નવસારીના નગરપાલિકા અને ગ્રામીણ વિસ્તારોમાં સમાવિષ્ટ નગરજનો સુધી પહોંચી સરકારશ્રીના નેતૃત્વ હેઠળ થયેલાં વિકાસની ઝાંખી લોકો સુધી પહોંચે તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો મેળવી પોતાનું જીવન ધોરણ ઊંચું લાવી સમાજમાં સ્વમાનભેર જીવતા થાય એવાં વિવિધ હેતુઓના સથવારે વંદે ગુજરાત વિકાસ યાત્રા નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકા વિસ્તારથી આજે શરૂઆત થઈ હતી.
વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું આજરોજ વિજલપોર નગરપાલિકાનાંપાટીદાર સમાજની વાડી ૮ ખાતેથી પ્રસ્થાનકરવામાં આવ્યું હતું.નવસારીના જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલના અઘ્યક્ષસ્થાને વંદે ગુજરાત વિકાસયાત્રાનો કાર્યક્ર્મ યોજાયો હતો.રથના આગમન પ્રસંગે આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે શહેરીજનોએ ગુજરાત રાજયના ૨૦ વર્ષના વિકાસની ટુંકી ફિલ્મ દર્શાવાઇ હતી.
આ પ્રસંગે જલાલપોરનાં ધારાસભ્યશ્રી આર.સી.પટેલએ જણાવ્યું હતું કે ૨૦વર્ષમાં શિક્ષણ, ઉદ્યોગ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ સહિતના દરેક ક્ષેત્રે જનતાનો સર્વાંગી વિકાસ સાધ્યો છે.જનતાની સુખાકારી માટે આ વંદે ગુજરાત વિકાસ યાત્રા મહત્વની સાબિત થશે. નાગરિકોને ૨૦વર્ષમાં કરેલા વિકાસના કામોની જાણકારી સાથે ઘર આંગણે વિવિધ યોજનાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે તેમ ધારાસભ્યશ્રી આર.સી.પટેલે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં નવસારી –વિજલપોર નગરપાલિકાના પ્રમુખશ્રી શ્રી જીગીશ ડી શાહ , શહેર સંગઠનમંત્રી શ્રી ભુરાભાઈ શાહ , નગરપાલિકાના સભ્યો,સરકારી અધિકારીઓ તેમજ વોર્ડના નગરજનો વગેરે હાજર રહ્યા હતા.

Related posts

કપરાડા તાલુકાના ઓઝરડા ગામે ઉતરાયણ પર્વ નિમિત્તે બાળકોને પતંગ, દોરી અને ધાબળાનું કરાયેલું વિતરણ

vartmanpravah

પારડીના ચીવલ ગામે પોતાની છોકરી સાથે વાતચીત કરતાં યુવાનના હાથ-પગ તોડી નાખતો પિતા

vartmanpravah

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલ પર્યટકોને આકર્ષતું સ્‍થળ ‘અજમલગઢ’

vartmanpravah

વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ કાર્યાલય સહિત જિલ્લામાં ભાજપના 43મા સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

vartmanpravah

વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગોનો વીજકાપ રહેશે : સરકારનો નિર્ણય

vartmanpravah

Leave a Comment