October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ કાર્યાલય સહિત જિલ્લામાં ભાજપના 43મા સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ


પાર્ટીના સ્‍થાપના દિનની ઉજવણી અંતર્ગત મા ભારતીને કાર્યકરો, હોદ્દેદારોએ પુષ્‍પાંજલી અર્પણ કરી : મોદીજીનું લાઈવ સંબોધન નિહાળાયું

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.06: વલસાડ જિલ્લા ભાજપ મધ્‍યસ્‍થ કાર્યાલય કમલમ્‌ સહિત જિલ્લામાં વિવિધ શહેરોમાં આજે ગુરુવારે 43મા ભાજપ સ્‍થાપના દિનની ભારતીય જનતા પાર્ટી દ્વારા દબદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્‍ય કાર્યાલય વલસાડ કમલમ્‌માં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્‍યક્ષ સ્‍થાને ભાજપના 43મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પ્રભારી શીતલબેન સોની, માધુભાઈ કથીરીયાની વિશેષ ઉપસ્‍થિતિમાં 43મા સ્‍થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું હતું તેમજ મા ભારતીને પુષ્‍પાંજલી અર્પણ કરાઈ હતી. આજે ભાજપના 43મા સ્‍થાપના દિને વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીનું લાઈવ સંબોધન હતું તેથી ઉપસ્‍થિત કાર્યકર્તાએ લાઈવ પ્રસારણ નિહાળ્‍યું હતું. મહામંત્રી શિલ્‍પેશ દેસાઈ, પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના વિવિધ ભાજપ હોદ્દેદારોની ઉપસ્‍થિતિમાં ભાજપના 43મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ હતી. ભાજપ સ્‍થાપના દિનની જિલ્લાના વિવિધ મથકોએ પણ કાર્યકરોએ કરી હતી.

Related posts

પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદ, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવોએ હિમાચલ પ્રદેશના રાજ્‍યપાલ રાજેન્‍દ્ર વિશ્વનાથ આર્લેકરના પુત્રના લગ્નમાં આપેલી હાજરી

vartmanpravah

મતદાન કરી આંગળીએ શાહીનું નિશાન બતાવો અને મેળવો: વલસાડ જિલ્લામાં મતદાન પ્રોત્‍સાહિત કરવા વિવિધ શો-રૂમ, હોટલોએ આકર્ષક સ્‍કીમ અમલમાં મુકી

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં ‘કલાઉત્‍સવ-2022’ની પ્રદેશ સ્‍તરીય યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્‍ય રસ્‍તો ધોવાઈ જતા હાલાકી

vartmanpravah

દાનહમાં ‘મેરી માટી, મેરા દેશ’ના ઉપક્રમે વાજતે ગાજતે નિકળેલી કળશયાત્રા

vartmanpravah

વલસાડ એસટી વિભાગીય કચેરી દ્વારા પડતર પ્રશ્નોના નિકાલ માટે ઓપન હાઉસની નવી પહેલ

vartmanpravah

Leave a Comment