Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગોનો વીજકાપ રહેશે : સરકારનો નિર્ણય

વિજ સંકટ અને ખેડૂતોને 8 કલાક વિજળી મળી રહે તે માટે રાજ્‍યના દરેક જિલ્લા માટે વિવિધ વારે ઉદ્યોગોનો વિજ સપ્‍લાય કાપ જાહેર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.31
રાજયમાં વીજ સંકટ વધુને વધુ ઘેરુ બની રહ્યું છે તેથી સરકાર દ્વારા ઉદ્યોગો માટે પ્રતિ સોમવારે એક દિછસ વીજ સપ્‍લાય બંધ કરી દેવાનો નિર્ણય છે. એ મુજબ વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગો માટે વિજ કાપ રહેશે અને રજા રાખવાનું જાહેર કરવામાં આવ્‍યુ છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા રાજ્‍યની વીજ કંપનીઓને એક પરિપત્ર મોકલવામાં આવ્‍યો છે. જેમાં રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ વારે ઉદ્યોગોમાં વિજ કાપ અમલી બનશે. ખેડૂતોને ખેતરોમાં પુરતી વિજળી મળી રહે તે મટે આ નિર્ણયલેવાયો છે.
ઉલ્લેખનીય છે કે સિંચાઇ માટે વિજળી નહી મળતી હોવાથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તે વિરોધને ધ્‍યાને રાખી સરકારે નિર્ણય કર્યો છે. દરેક જિલ્લામાં વારાફરતી વિજકાપ રહેશે. તેમુજબ વલસાડ, નવસારી અને વલસાડ જિલ્લામાં સોમવારે ઉદ્યોગ માટે વિજકાપ રહેશે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવમાં વસંતપંચમી ઉત્‍સવ નિમિત્તે માઁ સરસ્‍વતીનું પૂજન તથા યજ્ઞ

vartmanpravah

ચીખલી-વાંસદા રોડ ઉપર મારૂતિ વેનમાં આગ લાગી

vartmanpravah

વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં મતદાન જાગૃતિ અન્‍વયે બાઈક રેલી યોજાઈ

vartmanpravah

ચીમલા ગામે રાત્રિના સમયે દીપડો લટાર મારતો હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ અને ઉત્‍સાહભેર કરાયેલું સ્‍વાગત

vartmanpravah

વરસાદી માહોલમાં બીલીમોરા ખાતે તિરંગો લહેરાવતા પાણી પુરવઠા રાજ્‍ય મંત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

Leave a Comment