Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ સાઈબર ક્રાઈમ પોલીસે ત્રણ છેતરપીંડીના કેસોનો કરેલો નિકાલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.21
દાદરા નગરહવેલી પોલીસના સાઇબર સેલ વિભાગ દ્વારા ત્રણ કેસોમાં શિકાર થયેલ લોકોને પૈસા પરત અપાવ્‍યા છે. લોકોની સતર્કતા અને પોલીસને જલ્‍દી જાણ કરવાથી આ સંભવ બન્‍યુ છે. ત્રણે કેસમાં છેતરપિંડીનો ભોગ બનનાર વ્‍યક્‍તિઓએ પોલીસને આ ઘટના અંગે ફરિયાદના આધારે દાનહ સાઈબર સેલે તાત્‍કાલિક બેંકો સાથે સંપર્ક કરી ઠગી કરવામાં આવેલ રકમને હોલ્‍ડ કરાવવામાં આવી હતી. ત્‍યારબાદ ભોગ બનનારના ખાતામાં પૈસા પરત નાખવામાં આવ્‍યા. સાઈબર ક્રાઇમ સેલ પાસે આવેલ ત્રણ ભોગ બનનારને સફળતાપૂર્વક 3,63,367 રૂપિયા પરત કરવામાં આવ્‍યા. પહેલા કેસમાં સાઇબર સેલે એક ઓનલાઇન નાણાંનો વ્‍યવહાર છેતરપીંડી કેસમાં અજાણ્‍યા વ્‍યક્‍તિ દ્વારા સંદેશ મળ્‍યો જેણે જણાવ્‍યું હતું કે હુ ઇંગ્‍લેન્‍ડ દેશનો છું. એવું નાટક કરી પીડિત સાથે ચેટ કરવાનું શરૂ કર્યું જે બે ત્રણ મહિના સુધી ચાલ્‍યુ. ત્‍યારબાદ એક દિવસ એણે પીડિતને જણાવ્‍યું કે મારો જન્‍મદિવસ આવી રહ્યો છે. જેથી એણે ઇંગ્‍લેન્‍ડના એના ઘરના એડ્રેસ પર કેટલીક ભેટ મોકલાવી હતી. ભોગ બનનારના પાર્સલ પર બનાવટી ફોટા પણ મોકલાવ્‍યા હતા. ત્‍યારબાદ છેતરપીંડી કરનારનો ફોન આવ્‍યો કે દીલ્‍હી એરપોર્ટના કર્મચારી હોવાનું જણાવ્‍યું કે તેઓને ઈંગ્‍લેન્‍ડથી એમના નામે 14લાખ રૂપિયાનું પાર્સલ મળ્‍યું છે અને આ પાર્સલજોઈએ તો પાર્સલનો કસ્‍ટમ ચાર્જ આપવો પડશે. જેથી પીડિતે લાલચમાં જાલસાજો દ્વારા આપવામાં આવેલ ખાતા નંબર પર સાત લાખ રૂપિયા જમા કરી દીધા હતા. સાઇબર ક્રાઇમ સેલે નેશનલ સાઈબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. સાઇબર સેલ પોલીસે એનસીઆરપી પોર્ટલ પર નાણાંકીય સંસ્‍થાઓ સાથે સમન્‍વયમાં છેતરપીંડી કરનારના ખાતામાંથી ભોગ બનનારના ખાતામાં પરત કરવામાં આવ્‍યા હતા અને બે ખાતામાં 2,28,815 રૂપિયા અને 45552 રૂપિયા એટલે કે કુલ 274367 રૂપિયા ભોગ બનનારના ખાતામાં જમા કરવામાં આવ્‍યા.
બીજા કેસમાં ભોગ બનનારને અજાણ્‍યા નંબર પરથી ફોન આવ્‍યો જેમાં એણે પોતાને ફોન પે અધિકારી તરીકે ઓળખ આપી અને ફોન પે એપ્‍લીકેશન પર ઉચ્‍ચ કેશ બેન્‍કની જાણકારી આપી અને ફોન પે એપ દ્વારા પૈસા મોકલવા જણાવ્‍યું. લાલચમાં ભોગ બનનારે છેતરપીંડી કરનારને યુપીએલ આઈડી પર 80હજાર રૂપિયા મોકલાવ્‍યા. સાઇબર ક્રાઈમ પોલીસે તાત્‍કાલિક તપાસ હાથ ધરતા છેતરપીંડીના પૈસા ભોગ બનનારના ખાતામાંથી ડેબિટ કરી લેવામાં આવ્‍યા અને ઈનડિવિઝ્‍યુઅલ વોલેટમાં જમા કરી દેવામાં આવ્‍યા જેમાંથી છેતરપીંડી કરનારે અન્‍ય ખાતામાં ટ્રાન્‍સફર કરનાર હતો પરંતુ સાઇબર ક્રાઇમ પોલીસે ઈજેબલ વોલેટનો સંપર્ક કરી અને લેવડ દેવડ રોકી દેવામાં આવી અનેપુરી રકમ 80 હજાર રૂપિયા ફરિયાદીના ખાતામાં પરત કરવામાં સફળતા મળી હતી. ત્રીજા કેસમાં ફરિયાદીને એના મિત્ર દ્વારા મોકલવામાં આવેલ કુરિયર બુલેટની ચાવી અને દસ્‍તાવેજ મળવાના હતા પરંતુ વચ્‍ચે જ કોઈ અજાણ્‍યાનો ફોન આવ્‍યો હતો જેમાં એણે કુરિયર અધિકારી તરીકે ઓળખ આપી હતી. એણે એક લિન્‍ક મોકલાવી હતી અને તેને ડાઉનલોડ કરવા જણાવ્‍યું હતું અને સાથે લેટ ચાર્જ બે રૂપિયા ભરવા જણાવ્‍યું હતું. ફરિયાદીએ એપ ડાઉનલોડ કરવા માટે ખોલી તો તરત જ છેતરપીંડી કરનાર ભોગ બનનારના મોબાઈલ સુધી પહોંચી અને ફરિયાદીના બે બેન્‍ક ખાતામાંથી પાંચ હજાર અને બે હજાર કુલ 11 હજાર રૂપિયા ડેબિટ થઈ ગયા હતા. સાઇબર સેલ દ્વારા તપાસ કરતા નવ હજાર રૂપિયા ફ્રિજ કરવામાં સફળતા મળી હતી, જે ભોગ બનનારના ખાતામાં સફળતાપૂર્વક પરત કરવામાં આવ્‍યા. આ ત્રણે કેસમાં કુલ 3,63367 રૂપિયા ફરિયાદીને પરત અપાવવામાં સફળતા મળી છે.

Related posts

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

વાપી જીઈબીના એન્‍જીનીયરને અકસ્‍માત નડયો : પારડી હાઈવે ઓવરબ્રિજ ડિવાઈડરમાં કાર ભટકાઈ

vartmanpravah

લક્ષદ્વીપ બદલી થતાં દાનહના કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ 18મી જુલાઈથી રિલીવ થશે

vartmanpravah

વાપી ચલા પ્રાથમિક શાળા પાસે પાલિકાની ડિવાઈડર કામગીરી દરમિયાન શોર્ટ સર્કિટ થતા આગ લાગી

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરાવી બેસાડવાના નામ ઉપર દુકાન ચલાવનારાઓ બેઆબરૂ

vartmanpravah

દાદરા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામસભા

vartmanpravah

Leave a Comment