October 11, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

ઓરવાડમાં વીજ કરંટ લાગતા દિવાલ પરથી નીચે પટકાયેલા સુખેશના શ્રમિકનું કરુણ મોત

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.22: પારડી તાલુકાના સુખેશ વાણીયા ફળિયા ખાતે રહેતા અને સેન્‍ટીંગનું કામ કરતા ગિરીશભાઈ નશવંતભાઈ પટેલ ઉંમર 47 શુક્રવારના રોજ પારડીના ઓરવાડ ગામે નીલકંઠ નગરમાં કંમ્‍પાઉન્‍ડ દિવાલનું કામ કરવા માટે આવ્‍યા હતા. કંમ્‍પાઉન્‍ડ દિવાલનું કામ પૂર્ણ કરી તેઓ દિવાલ ઉપર ચઢી દિવાલ પર લાગેલા ફાલકા ઉતારી રહ્યા હતા તે દરમિયાન અજાણતા દિવાલ ઉપરથી પસાર થતો વીજ લાઈનના તારમાં ગીરીશભાઈનો હાથ અડી જતા વીજ કરંટ લાગતા તેઓ જોરદાર ઝટકા સાથે દીવાલ ઉપરથી સાતથી આઠ ફૂટ નીચે પટકાયા હતા. જેમને તાત્‍કાલિક સારવાર માટે પારડી કુરેશી હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું કરુણ મોત થયું હતું.બનાવની જાણ પારડી પોલીસને કરાતા પારડી પોલીસ લાશનો કબીજો લઈ પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગીરીશભાઈનું વીજ કરંટથી મોત થયું હોવાના સમાચાર મળતા જ એમના ગામ સુખેશના મોટી સંખ્‍યામાં લોકો સરકારી હોસ્‍પિટલ દોડી આવ્‍યા હતા.

Related posts

દેશ સહિત દાનહમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે કોંગ્રેસનો જનાધારઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Test Your Experimental Skills કાર્યક્રમ યોજાયો

vartmanpravah

30મી મે, 1987ના રોજ ગોવાને સંપૂર્ણ રાજ્‍યનો દરજ્‍જો મળ્‍યા બાદ દમણ અને દીવની સાથે દાદરા નગર હવેલીની પણ બદલાયેલી કરવટ

vartmanpravah

‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” : કથાકાર મેહુલભાઈ જાની

vartmanpravah

વાપી નગરપાલિકાના સફાઈ અભિયાનનો છેદ ઉડયો: જુનુ શાકમાર્કેટ ગટરના પાણીમાં તરબોળ

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ‘રન ફોર યુનિટી’ અંતર્ગત એકતા દોડ યોજાઈ

vartmanpravah

Leave a Comment