September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: આગામી આવનારી વિધાસભાની ચૂંટણીનાં દિવસો નજીક આવી રહ્યા તેમ તેમ દરેક પક્ષોએ પોતપોતાની રીતે પ્રચારની કામગીરી પૂરજોશમાં આરંભી દીધી છે ત્‍યારે નવસારી જિલ્લાના 176-ગણદેવી વિધાનસભા બેઠક પર બીલીમોરા ખાતે કોંગ્રેસના મધ્‍યસ્‍થ કાર્યલયના ઉદ્‌ઘાટન સાથે 176-ગણદેવી વિધાનસભાનાં ઉમેદવાર અશોકભાઈ કરાટે અને તમામ જિલ્લા સહિત તાલુકા પ્રમુખ સહિતનાં અગ્રણીઓ તેમજ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત કાર્યકર્તાઓએ જીતનો દાવો કર્યો હતો
નવસારી જિલ્લાના ગણદેવીતાલુકાના બીલીમોરા (પヘમિ) રેલવે સ્‍ટેશન સામે કોંગ્રેસનાં મધ્‍યસ્‍થ કાર્યાલય ઉદ્‌ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલનાં હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. જેમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, માજી જિલ્લા પ્રમુખ સિદ્ધાર્થભાઈ દેસાઈ, બીલીમોરા શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ અંત્રાબેન, ઉમેદવાર અશોકભાઈ કરાટે, ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ખેરગામ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ સચીનભાઈ પટેલ, ગણદેવી તાલુકાના કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ પટેલ, વંકાલ ગામનાં માજી સરપંચ દિનેશભાઈ પટેલ સહિતના કોંગ્રેસ અગ્રણીઓ સાથે મોટી સંખ્‍યામાં કાર્યકરો તેમજ બંહેનોની ઉપસ્‍થિતિમાં કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરવામાં આવતા કાર્યોકરોમાં ઉમંગ સાથે જીતની આશા સેવાઈ રહી છે.

176-ગણદેવી વિધાનસભામાં 313 બુથ પર સંપર્ક કરવાનો રહેશે કાર્યકર્તાઓએ જાતે અલગ- અલગ ટીમ બનાવી પ્રચાર કરવો પડશે. ઉમેદવારની રાહ જોયા વગર તમારે પ્રચારમાં ઉતરી ઉમેદવારને વિજેતા બનાવવા પડશે.
– માજી જિલ્લા પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈ

જનતા સમક્ષ જવાનું છે ચૂંટણીનો ઢંઢેરો ઘરે ઘર પહોંચાડવાનો છે, કોંગ્રેસ સરકાર સત્તામાં આવશે તો 10 લાખ મેડિકલનો ખર્ચ ઉપાડશે. ભાજપ સરકાર ભ્રષ્ટાચાર અનેમોંઘવારીમાં માજા મુકી છે, ઉદ્‌બોધનમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
– એપીએમસી ચેરમેન ગોવિંદભાઈ પટેલ

એટલી મોંઘવારી વધી ગઈ છે કે ખર્ચા વધી ગયા ગરમાં રોજ લડાઈ થાય છે કોંગ્રેસને લાવો મોંઘવારી ઓછી થશે. કોંગ્રેસનું રાજ હતું ત્‍યારે ગરીબ લોકોને ઝુંપડા બનાવી આપ્‍યા. હાઈસ્‍કૂલ બનાવી, દવાખાના બનાવ્‍યા બધું જ કોંગ્રેસે કર્યું છે, અત્‍યારે ભાજપ ત્‍યારથી ગાદી પર બેઠી છે, ભાજપ ગરીબ માણસને નથી ઓળખતી કોંગ્રેસ ગરીબ માણસને ઓળખે છે, ત્‍યારે કોંગ્રેસને દબાવવાની કોશિશ કરે છે. ગેસના બાટલા પર સબસિડી આપશે ઉપરથી બાટલાના ભાવ વધારી વધારીને જનતાને લૂંટતા છે.
– અંતરાબેન, બીલીમોરા શહેર કોંગ્રેસ પ્રમુખ

Related posts

ચીખલીમાં સ્‍વચ્‍છતા અને પાણી બાબતે નિયમોનું પાલન નહીં કરનારાઓને ચેતવણી આપવા લાઉડ સ્‍પીકરવાળી રીક્ષા ફેરવાઈ

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે દીવના બંદરચોકથી કાઢેલી ભવ્‍ય રેલી

vartmanpravah

કલસર ચેકપોસ્‍ટથી દારૂ અને ટેમ્‍પો મળી 5.53 હજારનો મુદ્દામાલ કબજે કરતી પારડી પોલીસ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે 26 જાન્‍યુ.એ ગૌરવની ઘડીનું થનારૂં સર્જન : સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દિલ્‍હીના રાજપથ ઉપર પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડમાં દમણ-દીવના ટેબ્‍લોને મળેલું સ્‍થાન 

vartmanpravah

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

વલસાડ કૈલાસ રોડ ઔરંગા નદીમાં વિદ્યાર્થીનીએ પડતું મુકી આપઘાતની કોશિષ કરી

vartmanpravah

Leave a Comment